કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

નર્સરી ચોકડી પાસે મોટરસાયકલને કારે હડફેટે લીધું

નર્સરી ચોકડી પાસે મોટરસાયકલને કારે હડફેટે લીધું

દંપતીને ઇજા: મોટર સાયકલ ચાલકનું મૃત્યુ

વાંકાનેરથી રાજકોટ અને ત્યાંથી અમદાવાદ લઇ જતા બગોદરા પાસે પ્રાણ ત્યજ્યા

વાંકાનેર: પંચશીલ સોસાયટી મામલતદાર કચેરી પાછળ રહેતા અને કડીયા કામ કરતા ભરવાડ શખ્સ પોતાની પત્ની સાથે વરડુસર માતાજીના દર્શન કરવા જતા હતા, ત્યારે વાંકાનેર મોરબી નેશનલ હાઇવે રોડ નર્સરી ચોકડી સામેની કટમા મોટર સાયકલ વાળતા હતા ત્યારે પાછળથી આવતી ફોરવ્હીલ વાળાના ચાલકે મોટરસાયકલને પાછળથી હડફેટે લેતા શરીરે ઇજા કરેલ ઇજાગ્રસ્તને વાંકાનેરથી રાજકોટ અને ત્યાંથી અમદાવાદ લઇ જતા હતા ત્યારે બગોદરા ખાતે તબીયત વધુ ખરાબ થતા બગોદરાની સરકારી હોસ્પીટલ ખાતે સારવારમાં લઇ ગયેલ હતા અને ત્યાના ડોકટર સાહેબે મરણ ગયેલનુ જાહેર કરેલ હતુ…
જાણવા મળ્યા મુજબ વાંકાનેર પંચશીલ સોસાયટી મામલતદાર કચેરી પાછળ રહેતા અને કડીયા કામ કરતા પરબતભાઈ જેહાભાઈ લામકા (ઉ.વ.૪૦) એ ફરીયાદમાં લખાવેલ છે કે અમો ચાર ભાઈ અને ચાર બહેન છીએ, તારીખ.૨૭/૦૩/૨૦૨૬ ના સવારના હું અમરનાથ સોસાયટી ખાતે કડિયા કામ કરતો હતો, મારા માતા- પિતા વરડુસર માતાજીના દર્શન કરવા મોટર સાયકલ લઇ જતા હતા, ત્યારે મને મારા મોટા ભાઇ કાનાભાઇ ગેલાભાઇ લામકાનો ફોન આવેલ કે ‘નેશનલ હાઇવે નર્સરી ચોકડી સામે પિતાનો અકસ્માત થયેલ છે’ આથી હું તરત જ બનાવ સ્થળે ગયેલ અને ત્યાં એકીડન્ટ કરેલ ફોરવ્હીલ રજી નંબર જોતા જી, જે-૦૩-એમ. આર-૪૮૨૭ નો ચાલક પોતાની ફોર વ્હીલ ગાડી મુકીને જતો રહેલ, માણસોથી મને જાણવા મળેલ કે મારા પિતા જેહાભાઈ તથા માતા રખુબેન એમ બન્ને જણા મોટર સાયકલ રજી નંબર જી.જે.-૦૩-બીજે-૮૩૨૫ વાળુ લઇને જતા હતા ત્યારે

વાંકાનેર મોરબી નેશનલ હાઇવે રોડ નર્સરી ચોકડી સામેની કટમા મોટર સાયકલ વાળતા હતા ત્યારે પાછળથી આવતી ફોરવ્હીલ વાળાના ચાલકે ફુલસ્પીડે ગફલત ભરી રીતે ચલાવી મોટરસાયકલને પાછળથી હડફેટે લેતા મારા પિતા જેહાભાઈને શરીરે ઇજા કરેલ છે. ત્યાંથી મારા માતા પિતાને ૧૦૮ એમ્બયુલન્સમાં વાંકાનેર સરકારી દવાખાને લઇ ગયેલ ત્યાં અમારા પરીવારના માણસો, મારોભાઈ ધનજીભાઈ તથા સંજયભાઇ પણ આવી ગયેલ અને ડોક્ટરશ્રીએ મારા પિતાને માથાના ભાગે ગંભીર ઇજા તથા બને પગમા ફેકચર જેવી ગંભીર ઇજા થયેલનુ જણાવેલ હતુ, વધુ સારવાર માટે રાજકોટ રીફર કરેલ જ્યાં મારા પિતાની તબીયત વધુ ખરાબ થતા તેને અમદાવાદ લઇ જવાનુ કહેતા રાજકોટથી અમદાવાદ ખાતે લઇ જતા હતા ત્યારે રાત્રીના બે વાગ્યાના અરસામા બગોદરા ખાતે પહોચતા પિતાની તબીયત વધુ ખરાબ થતા બગોદરાની સરકારી હોસ્પીટલ ખાતે સારવારમાં લઇ ગયેલ હતા અને ત્યાના ડોકટર સાહેબે મરણ ગયેલનુ જાહેર કરેલ હતુ અને વાંકાનેર ખાતે આવી મારા પિતાની અંતીમ વીધી કરેલ હતી, પોલીસ ખાતાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….

નર્સરી ચોકડી પાસે મોટરસાયકલને કારે હડફેટે લીધું

Content Copying Forbidden !!

error: Content is protected !!