વાંકાનેર: અહીં પેડક (દિગ્વિજયનગર)માં રહેતા યુવાનને મેડીકલમાં દવા લેવા જતા બગીચા સામે પાછળથી આવતી કારે ઠોકર મારતા ઇજા થઇ હતી, કારચાલકે ત્યારે તો ખર્ચના પૈસા આપવાનું કહેતા જવા દીધેલ. સમાધાનની વાત ચાલુ હતી, પરંતુ સમાધાન ન થતા ફરીયાદ થઇ છે…
જાણવા મળ્યા મુજબ વાંકાનેર પેડક સોસાયટી થમ્સઅપ ગોડાઉનવાળી શેરીમાં રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા જીતુભાઇ મગનભાઈ વાઢેર, અનુ.જાતિ (ઉ.વ.૩૨) એ ફરીયાદમાં લખાવેલ છે કે મારે સંતાનમાં એક દિકરો આદર્શ (ઉ.વ.૧૦) વર્ષનો અને દિકરી રિધ્ધી (ઉ.વ.૧૧ મહીનાની) છે, ગઇ તા.૧૦/૦૪/૨૦૨૫ ના રોજ હું મારા ઘરેથી મોટર સાયકલ રજી. નંબર GJ-18DH-8636 વાળુ લઇને મેડીકલે દવા લેવા માટે નિકળેલ અને નગરપાલીકાના ગેરેજના ગેટ પાસે પહોચેલ ત્યારે પાછળથી આવતી ફોર વ્હીલ કાર નંબર GJ-36-AL7429 ના ચાલકે મોટર સાયકલને ઠોકર મારતા હુ નિચે પડી ગયેલ અને
આ કારચાલક ત્યાં પોતાની ગાડી ઉભી રાખેલ અને મે તેને કહેલ કે ‘આ રીતે કાર ચલાવાય?’ જેથી તેને મને કહેલ કે ‘મારી ભુલ થઇ ગઇ અને અત્યારે મારે સ્કુલનુ જરૂરી કામ હોય જેથી મને જવા દો, હું તમારે જે ખર્ચ થાય તે દઇ દઇશ’ જેથી મે તેને જવા દીધેલ અને મને કમરમા વધારે દુખાવો થતો હોય જેથી મે મારા નાના ભાઈ દિપક તથા યતિનભાઇ ગજાનંદભાઇ દવેને ફોન કરીને બોલાવતા આ બન્ને આવી ગયેલ અને ત્યાથી યતિનભાઈ દવેના મોટર સાયકલમાં બેસાડી વાંકાનેર સરકારી હોસ્પીટલ ખાતે લઇ ગયેલ. પોલીસ ખાતાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે….