કેરાળા બોર્ડ પાસેનો બનાવ
વાંકાનેર: તાલુકાના લાલપર ગામના બાંધકામના કોન્ટ્રાક્ટર ભરવાડ શખ્સના મોટરસાયકલને કેરાળા બોર્ડ પાસે પાછળ આવતી ફોરવ્હિલ કારે ઠોકર મારતા ઇજાઓ થયેલ હતી, પોલીસ ખાતાએ ફરિયાદ નોંધેલ છે

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના લાલપર ગામના બાંધકામના કોન્ટ્રાક્ટર વાલાભાઇ કરમણભાઈ જાપડા (ભરવાડ) (ઉ.વ.૪૬) એ ફરીયાદમાં લખાવેલ છે કે મારે સંતાનમા બે દિકરા છે ગઈ તા. ૧૨/૦૨/૨૦૨૬ ના રોજ સાંજના હું લાલપરથી વાંકાનેર મોટરસાયકલ રજી.નં.GJ-36-AS-5281 વાળુ લઈને નિકળેલ અને હાઇવે રોડ પર કેરાળા બોર્ડ પાસે ફૈઝ જીન સામે મારી પાછળ આવતી ફોરવ્હિલ કાર રજી. નં, GJ-12-FA-8726 પુરઝડપે 

મોટરસાયકલને પાછળથી ઠોકર મારતા હું નિચે પડી ગયેલ અને મને માથામાં તથા શરીરે ઇજાઓ થયેલ હતી ફોર વ્હિલર ચાલક પોતાની કાર સાઇડમાં ઉભી રાખી દીધેલ અને તેને ૧૦૮ એમ્બુલન્સમાં ફોન કરેલ, દરમ્યાન મારો દિકરો મહેશ પણ ત્યાં આવી ગયેલ અને ૧૦૮ એમ્બુલન્સમાં વાંકાનેર પીરમશાયખ હોસ્પીટલ ખાતે લઈ ગયેલ જ્યાં સીટી સ્કેનમાં માથામાં પાછળના ભાગે સામાન્ય ઇજા થયેલનું તથા પાછળ મણકામાં તથા જમણી પાંસળીમાં તથા નાકની ડાંડીમા ફેકચર થયેલનુ આવેલ, પોલીસ ખાતાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….

