મરણ જનાર ભાટીયા સોસાયટીમા રહેતા હતા
વાંકાનેર: પાડધરા મુકામે ખાણ બાબતે તથા રસ્તા બાબતે છેલ્લા ચાર પાંચ વર્ષથી મનદુ:ખ ચાલતુ હોય તેના લીધે ભેગા મળી ગેરકાયદેસર મંડળી બનાવી ધોકા, પાઇપ જેવા પ્રાણઘાતક હથિયાર ધારણ કરી બે ફોરવ્હીલ કારમાં આવી સામતભાઇ નામના શખ્સની હત્યા કર્યાનો ગુન્હો નોંધાયો છે…
ટ્રાન્સપોર્ટ/પથ્થર બેલાનો વેપારનો ધંધો કરતા અને કુવાડવા રહેતા કરશનભાઈ નગાભાઈ કરમુર જાતે-આહિર (ઉ.વ.૪૩) મુળ રહે-કાટકોલા તા.ભાણવડ જી. દેવભુમી દ્વારકા વાળાએ ફરીયાદ લખાવેલ છે કે પોતે વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામે પરબતભાઈ મોઢવાડીયાની પથ્થરની ખાણમાંથી બેલા પથ્થર કાઢી વેચાણ કરે છે. પોતાના સૌથી મોટાભાઈ પ્રવિણભાઇ આણંદપર ગામે પથ્થરની ખાણ ચલાવે છે. સૌથી નાનો ભાઈ સામતભાઈ હતો જે વાંકાનેર તાલુકાના આણંદપર ગામની સીમમા પથ્થરની ખાણ ચલાવતા હતા અને વાંકાનેર ભાટીયા સોસાયટીમા રહેતા હતા…
તા.૨૧/૧૦/૨૦૨૪ના રાત્રીના ૧૧/૧૦ વાગ્યે સામતભાઈના ડ્રાઇવર પોપટભાઇનો ફોન આવેલ કે પાડધરા ચોકડીએ સામતભાઈને આકાશ અને તે લોકોએ માર મારેલ છે અને સામતભાઈ ત્યાં પડેલા છે. સામતભાઈનો મહેતાજી અનિલ ગાગલીયાને આકાશ અને તેની સાથેના માણસો સામતભાઇને લેવા દેતા નથી. જેથી ભીમગુડા મારી ખાણેથી નીકળી પાડધરા આવતો હતો દરમ્યાન મહેતાજી અનિલનો મને ફોન આવેલ કે સામતભાઈને વધારે લાગી ગયેલ હોય સામતભાઈને સ્કોર્પીયો કારમા લઇને વાંકાનેર હોસ્પિટલે લઈને જાવુ છુ. તે પછી હુ સીધો વાંકાનેર ગયેલ. ડોક્ટરે રાજકોટ વધુ સારવાર માટે લઇ જવાની વાત કરેલ. ડોક્ટરે ફરી તપાસ કરતા મરણ જાહેર કરેલ હતા. જે બનાવ બાબતે અનિલભાઇએ જણાવેલ કે હુ ખાણે હતો તે વખતે
મને ડ્રાઇવર પોપટભાઇનો ફોન આવેલ અને કહેલ કે પાડધરા ચોકડી પાસે સામતભાઈને આકાશ અને તે લોકો સાથે માથાકુટ થયેલ છે. તુ ત્યાં જા અને તેમને સમજાવીને લઈ આવ તેમ કહેતા હું તરત જ ખાણેથી નીકળી પાડધરા ચોકડીએ આવેલ હતો. ત્યાં સામતભાઈ હાજર હતા. તેઓને ખાણે લઇ જવા હુ સમજાવતો હતો એ વખતે આકાશ પોણા અગિયારેક વાગ્યે બે ફોર વ્હીલ ગાડીઓ આવેલ તેમાંથી આકાશ ઉર્ફે આખલો ઓડેદરા, વેજો કારાવદરા, જયમલ કારાવદરા, ભરત ઓડેદરા, રામભાઇ મેર બોખીરા તથા બીજા ત્રણ અજાણ્યા માણસો હાથમા લાકડાના ધોકા તથા લોખંડના પાઇપ જેવા હથિયારો લઇ આવી સામતભાઇને આડેધડ ધોકા તથા પાઈપથી માર મારવા લાગેલ હતા. હુ સામતભાઇને છોડાવવા વચ્ચે પડતો હતો પરંતુ મને સામતભાઈ પાસે જવા દીધેલ નહિ…
આ બનાવનુ કારણએ છે કે અમારે તથા મારાભાઈ સામતભાઈને રમેશભાઈ ચનાભાઇ સાથે ખાણ બાબતે તથા રસ્તા બાબતે છેલ્લા ચાર પાંચ વર્ષથી મનદુ:ખ ચાલતુ હોય તેના લીધે તેમના માણસો સાથે પણ ઘણી વાર મનદુ: ખ થયેલ હોય જીવલેણ હુમલો કરેલ છે…
પોલીસખાતાએ 5 જણા સામે નામજોગ અને બીજા ત્રણ અજાણ્યા ઈસમો સામે બી.એન.એસ. કલમ ૧૦૩(૧), ૧૧૫(૨), ૧૧૮(૨), ૩(૫), ૩૫૨, ૧૮૯(૨), ૧૯૦, ૧૯૧(૧) મુજબ તથા જિલ્લા મેજી. સાહેબ મોરબીના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરવાનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે…