જાહેરનામાંનો ભંગ કરી પ્રવાસી મુસાફરોની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી નહીં કરતા કાર્યવાહી
વાંકાનેર શહેર ખાતે આવેલ લક્ષ્મી ગેસ્ટ હાઉસના સંચાલક દ્વારા મોરબી અધિક કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાંનો ભંગ કરી અને ગેસ્ટ હાઉસમાં આવતા પ્રવાસી મુસાફરોની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી નહીં કરાવતા બાબતની જાણ પોલીસને થતા પોલીસે ગેસ્ટ હાઉસના સંચાલક વિરુદ્ધ જાહેરનામાં ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે,
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી અધિક કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી જિલ્લાના તમામ હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોને ત્યાં આવતા મુસાફરોની પથિક સોફ્ટવેરમાં ફરજીયાત નોંધણી કરવા સુચના આપેલ હોવા છતાં,
પોલીસની તપાસમાં વાંકાનેર શહેરના પુલ દરવાજા પાસે આવેલ લક્ષ્મી હોટલ અને ગેસ્ટ હાઉસના સંચાલક દ્વારા હોટલમાં આવતા જતા મુસાફરોની એન્ટ્રી પથિક સોફ્ટવેરમાં કરવામાં આવતી ન હોવાનું સામે આવતા
પોલીસે લક્ષ્મી ગેસ્ટ હાઉસના સંચાલક સાગર વિનુભાઇ માથકીયા સામે જાહેરનામાં ભંગ અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પથિક સોફ્ટવેર ડાઉન-લોડ કરો: