મોરબી જિલ્લામાં કોરોનાના કાલના નવા 23 કેસ, એક્ટિવ કેસ 61 થયા
મોરબી જિલ્લામાં સતત ત્રીજા દિવસે કોરોના બ્લાસ્ટ થયો છે. પરમ દિવસે 18 કેસ નોંધાયા બાદ ગઈ કાલે ફરી નવા 23 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે.




મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ગઈ કાલે 1038 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 23 શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં મોરબી ગ્રામ્યમાં 13 કેસ, મોરબી શહેરમાં 8, વાંકાનેર ગ્રામ્યમાં 1 અને માળિયા ગ્રામ્યમાં 1 કેસ નોંધાયો છે.
બીજી તરફ ગઈ કાલે એક પણ દર્દી ડિસ્ચાર્જ થયા નથી. એક્ટિવ કેસની સંખ્યા ગઈ કાલની સ્થિતિએ 61એ પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી કોરોના કેસમાં ધરખમ વધારો નોંધાયો છે. જેથી લોકોએ હવે તકેદારી રાખવું જરૂરી બન્યું છે.