કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

મોરબી કોર્ટ સમક્ષ નકલી સોલવંશી રજૂ કરનાર સામે ગુન્હો નોંધાયો

ભરવાડ શખ્સ રાજુભાઇનું હિટાચી મશીન વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુન્હામાં કબ્જે કરેલ હતું

મોરબીમાં એક ગુન્હામાં પકડાયે મુદ્દામાલ છોડાવવા આરોપીઓએ બીજા ગુન્હાને અંજામ આપી કોર્ટનો છેતરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે.


મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના મોરથળા ખાતે રહેતા રાજુભાઇ બુટાભાઇ ફાંગલીયાન હિટાચી મશીન વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુન્હામાં કબ્જે કરેલ હોય જે છોડાવવા માટે નામદાર હાઇકોર્ટના હુકમ મુજબ શોલવંશી જામીન મોરબી કોર્ટમા રજુ કરવાનો હુકમ હોય જેથી દિનેશભાઇ ભાણજીભાઇ વાઢેર (રહે.એ-૪૦૪ શાંતીપથ રેસીડન્સી મુઠીયા નરોડા અમદાવાદ), રાજુભાઇ બુટાભાઇ ફાંગલીયા (રહે.મોરથળા તા.થાન જી.સુરેન્દ્રનગર) તથા દેવેન્દ્રભાઇ નાથાભાઇ પંડયા (રહે.ઓઢવ અમદાવાદ)એ ભેગા મળી ગુનાહિત કાવત્રુ રચી દિનેશભાઇના નામનો દારપણાનો દાખલો કોઇપણ રીતે ખોટો ઉભો કરી બનાવટી હોવાનુ પોતે જાણતા હોવા છતા ખરા તરીકે કીમતી જામીનગીરી તરીકે નામદાર મોરબી કોર્ટમા રજુ કરતા કોર્ટે તેની તપાસ કરતા ડુપ્લીકેટ હોવાનું જણાઇ આવ્યું હતું. જેને લઇ પોલીસે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!