વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ ખાતે સીધાંવદર-કાસમપરાને જોડતા રસ્તામાં વચ્ચે આવતી આસોઈ નદી પર આજે કોઝવેનુ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું.
સિંધાવદર અને તેમના પેટાપરા કાસમપરાને જોડતા રસ્તામાં વચ્ચે આવતી આસોઇ નદી પરનો કોજવે છેલ્લા કેટલાક વર્ષોથી તૂટી ગયો હતો, જેમના કારણે અહીંથી પસાર થવામાં એ વિસ્તારમાં જેમની વાડી આવેલી છે તેવા ખેડૂતો અને ખાસ કરીને કાસમપરાના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.જેમની સ્થાનિક આગેવાનોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને આ કોઝવે મંજૂર કરાવ્યો હતો…
આ કોજવેનું આજે ખાત મુર્હત મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન યુસુફભાઈ શેરશીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં પૂર્વ સરપંચ ઇસ્માઇલભાઈ (આઈ.એમ.પી), અલી હાજીસાહેબ (પ્રમુખ વાંકાનેર તાલુકા આમ આદમી પાર્ટી), અબ્દુલભાઈ ડાડા, ગની પટેલ (કાસમપરા) વગેરે ઉપસ્થિત રહયા હતા…