ટંકારા : ટંકારા – અમરાપર રોડ ઉપર ગત તા.29 જાન્યુઆરીના રોજ કર હડફેટે એક બાળકનું મૃત્યુ નીપજ્યું છે.
જાણવા મળ્યા મુજબ ટંકારા – અમરાપર રોડ ઉપર GJ-10-DA-4966 નંબરની કારના ચાલકે રાજેશ રાયધનભાઇ વાધેલા નામના બાળકને હડફેટે લઈ ગંભીર ઈજાઓ પહોંચાડતા બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક નાસી જતા મૃતક રાજેશના પિતા રાયધનભાઇ સવશીભાઇ વાધેલાએ કાર નંબરના આધારે કાર ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.