વાંકાનેર : વાંકાનેર તાલુકાના મેસરીયા ગામના પાટિયા પાસે રોડ નજીક રમી રહેલા એક બાળકનું ઇકો હડફેટે મોત નીપજ્યાનો બનાવ બન્યો છે.
જાણવા મળ્યા મુજબ મધ્યપ્રદેશના વતની પરિવારના સાયનેશ ઉર્ફે શૈલેષ ભમરૂભાઇ મેડા નામના બાળકને ગત તા.2ના રોજ GJ-36-F-5203 નંબરની ઇકો કારના ચાલકે હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચતા સાયનેશ ઉર્ફે શૈલેષનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતક બાળકના પિતા ભમરૂભાઇ કાળીયાભાઇ મેડાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઇકો કારના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.