કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

કારખાનાનાં બીજા માળેથી બાળક નીચે પટકાયો

ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં સારવારમાં

વાંકાનેર: હાઇવે ઉપર આવેલ ઢુવા પાસે કારખાનામાં બીજા મળેથી નીચે પટકાતા ઇજા પામેલ બાળકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. વાંકાનેર તાલુકાની હદનો બનાવ હોવાથી ત્યાં જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.


બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ ઢુવા ઓવર બ્રિજ પાસે એડોર સીરામીકમાં રહેતા અને મજૂરી કામ કરતા જગદીશભાઈ શિંગાળાનો સાત વર્ષનો દીકરો કિશન બીજા માળેથી નીચે પડતા તેને ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને ઈજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા.


ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ બાળકને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદ હોવાથી ત્યાં જાણ કરેલ છે.

સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

 

Content Copying Forbidden !!

error: Content is protected !!