ભાટિયા સોસાયટીનો બનાવ
વાંકાનેર: ભાટિયા સોસાયટીમાં ફટાકડા ફોડવા બાબતે થયેલ ડખ્ખામાં વળતી અગિયાર આરોપી સામે ફરિયાદ .થઇ છે…
જાણવા મળ્યા મુજબ ભાટીયા સોસાયટી ગેલેકસી પાર્ક-૨ જલારામ જીન પાછળ વાંકાનેર રહેતા અને સી.એ.નો ઓન લાઇન અભ્યાસ કરતા નાઝીમ આબીદભાઈ કલાડીયા ઘાંચી (ઉ.વ.૧૯) એ ફરીયાદમાં લખાવેલ છે કે ગઈ તા. ૧૧/૧૦/૨૦૨૫ ના રોજ રાત્રીના હું તથા મારા મિત્રો મુબીનભાઇ ઇસ્માઇલભાઈ માથકીયા અને આર્યનભાઈ મેહમુદભાઈ મકવાણા અમારી સોસાયટીમાં ફટાકડા ફોડેલ, જેથી ત્યાં 
ભાટીયા સોસાયટીમાં રહેતા ઇલીયાસભાઈ અકબરભાઈ પઠાણ તથા તેનો દીકરો શેહજાદ અમારી પાસે આવીને કહેલ કે ‘અહીયા ફટાકડા ફોડવા નહી’ જેથી અમોએ કહેલ કે ‘હવે નહી ફોડીયે’ આમ છતાં ગાળો આપવા લાગેલ, ગાળો દેવાની ના પાડતા મારવા લાગેલ અને દેકારો થતા ઇલ્યાસભાઈની દિકરી અજમીનાબેન તથા તેની પત્નિ હલીમાબેન આવીને અમને ગાળો દેવા લાગેલ ત્યાં ઇલીયાસભાઈના પરીવારના
સભ્યો અફજલભાઈ અકબરભાઈ પઠાણ, તેના પત્ની મુમતાજબેન તથા તેની દીકરી મુસ્કાનબેન તથા હીનાબેન અફઝલભાઇ પઠાણ હાથમાં લાકડાના ધોકા- લોખંડનો પાઈપ લઈ વારાફરતી માર મારવા લાગેલ અને આ દરમ્યાન શાનીયાબેન અફઝલભાઇ પઠાણ, આફતાબભાઈ અફઝલભાઈ પઠાણ તથા અશરફભાઇ અફઝલભાઈ પઠાણ દોડીને આવેલા અને ઝપાઝપી કરી ઢીકાપાટુ મારવા લાગેલ હતા અને 
ત્યાં અમોને છોડાવવા મારો નાનો ભાઈ અબરારભાઈ આબીદભાઈ કલાડીયા, મારા મોટા બાપુનો દીકરો મુનાફભાઈ ઇકબાલભાઈ કલાડીયા તથા અમારી શેરીના ઇલમુદ્દીનભાઇ શેરસીયા, તેમના પત્નિ હસીનાબેન ઇલમુદીનભાઇ શેરસીયા તથા હનિફભાઇ પાયક આવેલ હતા, અબરારભાઇ તથા મુનાફભાઈને આ ઇલીયાસભાઈ અકબરભાઈ પઠાણે લોખંડનો પાઇપ તથા તેનો દીકરો શેહજાદ કુહાડી લઈને આવીને શેહજાદે મુનાફભાઈને કુહાડીનો ઉંધો ઘા મારેલ તથા ઇલ્યાસભાઇએ લોખંડના પાઇપ વડે આર્યનભાઈને મારતા ઇજા થયેલ હતી પછી આ લોકો ભાગી ગયેલ અને જતા જતા અમારા ઘર પર પત્થર મારતા ગયેલ અને મને તથા મારાભાઈ અબરાર તેમજ મુનાફભાઈ તથા આર્યન તથા મુબીનને શરીરે ઇજા થયેલ હોય અમો પીર મશાયખ હોસ્પીટલ ખાતે ગયેલ હતા આ બનાવ બાબતે 
સમાજના આગેવાનો દ્રારા સમાધાનની વાત ચાલુ હોય અને સમાધાન ન થતા ફરીયાદ લખાવવા માટે આવેલ છું, પોલીસ ખાતાએ બી.એન.એસ, કલમ-૧૧૮(૧), ૧૧૭(૨), ૧૧૫(૨), ૩૫૧(૨), ૩૫૨, ૫૪, તથા જી.પી.એટક કલમ-૧૩૫ અને ગુનામાં એકબીજાને મદદગારી કરી મહે. જીલ્લા મેજી. સા. મોરબીના હથીયાર બંધીના જાહેરનામાનો ભંગ સબબ ગુન્હો નોંધેલ છે આરોપીઓના નામ નીચે મુજબ છે…
(1) ઇલીયાસભાઈ અકબરભાઈ પઠાણ
(2) શેહજાદ ઈલીયાસભાઈ પઠાણ
(3) અજમીનાબેન ડો.ઓ. ઇલીયાસભાઈ પઠાણ
(4) હલીમાબેન વા,ઓ, ઇલીયાસભાઈ પઠાણ
(5) અફજલભાઈ અકબરભાઈ પઠાણ
(6) મુમતાજબેન વા,ઓ, અફજલભાઈ પઠાણ
(7) મુસ્કાનબેન ડો.ઓ. અફજલભાઈ પઠાણ
(8) હિનાબેન ડો. ઓ. અફજલભાઈ પઠાણ
(9) સાનિયાબેન ડો,ઓ, અફજલભાઈ પઠાણ
(10) આફતાબભાઈ અફજલભાઈ પઠાણ
(11) અસરફભાઈ અફજલભાઈ પઠાણ
રહે. બધા ભાટીયા સોસાયાટી જલારામ જીન પાછળ વાંકાનેર
