કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

દીઘલીયામાં છરીથી સરકા કરવાની ફરિયાદ નોંધાઈ

દીઘલીયામાં છરીથી સરકા કરવાની ફરિયાદ નોંધાઈ

વાંકાનેર: તાલુકાના દીઘલીયામાં ભત્રીજા સાથે બોલાચાલી કરેલ હોય જે બાબતે જઘડો ન કરવા સમજાવતા સામેના યુવાને ઉશ્કેરાઇ જઇ ભુંડી ગાળો આપી તથા પોતાની પાસે રહેલ છરી વડે ડાબા ખંભા ઉપર તથા છાતીના ભાગે છરી વડે છરકા કરી ઈજા પહોચાડી કરવાનો ગુન્હો નોંધાયો છે…
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના દીઘલીયા ગામે રહેતા અને ડ્રાઇવીંગનુ કામ કરતા રૂકમુદિનભાઇ હુસેનભાઇ શેરસીયા (ઉ.વ.૩૯)એ ફરિયાદમાં લખાવેલ છે કે તા.૨૦/૦૩/૨૦૨૬ ના જુમ્માની નમાજ બાદ મારા ભત્રીજા તોહીદને અમારા ગામના તનવીર ગફારભાઈ ખલીફા સાથે બાઇક અડવા બાબતે બોલાચાલી થયેલ, મને આ બાબતની વાત કરેલ સાંજના છ વાગ્યે હું અમારા ગામમાં મસ્જીદે અસરની નમાજ પઢી ઘરે આવતો હતો ત્યારે રસ્તામાં ભરવાડ વાસમાં મને આ તનવીર ગફારભાઈ સામો આવેલ જેથી મે તેને રોકી કહેલ કે ‘મારા ભત્રીજા તોહીદ સાથે શુ માથાકુટ કરેલ અને કેમ તેની સાથે ઝઘડો કરતો હતો?’ આવુ હું સમજાવતો હોય તેવામાં આ તનવીર એકદમ ઉશ્કેરાય ગયેલ અને મને જેમ ફાવે તેમ ભુંડી ગાળો દેવા લાગેલ જેથી મે તેને સમજાવતા તે તેની પાસેની છરીથી મને ડાબા ખંભા ઉપર સરકો મારેલ અને છાતીના ભાગે ડાબી સાઇડ મને થોડો છરી સરકો મારેલ અને મેં છરી પકડી લીધેલ, અને ત્યારબાદ વાંકાનેરમાં ગુરુ/શુક્ર જિલ્લા કક્ષાનો આયુષ મેળો

અમારા ગામના તોફીકભાઈ તથા નજરૂદીનભાઈ નુરમહમદભાઇ એમ બધા આવી જતા મને છોડાવેલ બાદ સરપંચની કારમાં મને મારો કૌટુંબીક ભાઇ અબ્દુલરસીદ તથા અબ્દુલ સાઉદી વાંકાનેર સરકારી દવાખાને સારવારમાં લઇ ગયેલ સીટી સ્કેન કરાવવા રાજકોટ રીફર કરેલ અને મને છાતીના ભાગે બે ટાંકા તથા ખંભા ઉપર ત્રણ ટાંકા લીધેલ છે, આ બાબતે અમારે સમાધાનની વાતચીત ચાલતી હોય જેથી મેં ફરીયાદ લખાવેલ ન હતી પરંતુ આજરોજ મારો ભાઇ મકસુદીનભાઈ તથા મુદેસરભાઈ તથા મારા કોઠીવાળા મામા સાહીદરજા સાથે પોલીસ સ્ટેશન વાંકાનેર ખાતે આવેલ છીએ અને પોલીસ તંત્ર મારી પાસે અહીં દિધલીયા ખાતે રૂબરૂ આવી ફરિયાદ લીધેલ છે, પોલીસ ખાતાએ તન્વીરભાઈ ગફારભાઇ ખલીફા ગામ, દીઘલીયા સામે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ નીકલમ ૧૧૮(૧), ૩૫૨, જી,પી,એક્ટ કલમ ૧૩૫ અને મ્હે.જીલ્લા મેજી સા. મોરબીના હથિયાર બંધી જાહેર નામાનો ભંગનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે..

Content Copying Forbidden !!

error: Content is protected !!