શટર પર તલવારના ઘા માર્યા
વાંકાનેર: તાલુકાના ઢુવા ગામ ગાયત્રી ચેમ્બરમાં બીજા માળે માસ સ્પા નામના મસાજ પાર્લરમાં રૂપિયા જમા કરવાનુ કહેવા બાદ છરીના ઘોદા મારવાની ધમકી અને પછીથી આરોપી હાથમાં તલવાર લઈ સાથે અજાણ્યા ત્રણ માણસો સ્પા ઉપર આવેલ શટરમાં તલવારના ઘા મારી તેમજ બહારના બે સી.સી.ટી.વી. કેમેરા તોડી નાખેલ તેમજ ત્રણ અજાણ્યા માણસોએ છુટા પથ્થરના ઘા મારતા સ્પા નો ઉપરનો દરવાજો તોડી નાખેલ તેમજ એ.સી.ના કંપ્રેશરમાં નુકશાન કર્યાની ચાર સામે ફરિયાદ થઇ છે…
જાણવા મળ્યા મુજબ જુના ઢુવા રેલ્વે ફાટક પાસે રહેતા અને ગાયત્રી ચેમ્બરમાં બીજા માળે માસ સ્પા નામનું મસાજ પાર્લર ચલાવતા કાનાભાઇ કરશનભાઇ માલકિયા (ઉ.વ.૪૦) એ ફરીયાદમાં લખાવેલ છે કે આજથી પંદરેક દિવસ પહેલા મારા સ્પાએ ભુપતભાઇ રહે. પ્રેમજીનગર (મોરબી) વાળા રાત્રીના આવેલ હતા જેણે 
મારા દિકરાને મફતમાં મસાજ કરાવી આપવાનું જણાવેલ અને કહેલ કે ‘મારે રૂપીયા આપવાના ન હોય’ જેથી મારા દિકરાએ કહેલ કે, ‘અત્યારે સ્પા બંધ કરી દીધેલ છે’ આથી ‘ભુપતભાઇ હું જોઈ લઈશ અને તારૂ સ્પા બંધ થઇ જશે’ એમ કહી જતા રહેલ હતા આઠેક દિવસ પછી મને રાત્રીના ભુપતભાઇનો મને ફોન આવેલ કે, ‘તારે જેમ રહેવુ હોય તેમ રહેજે- તને છરીના ઘોદા મારી દેવા છે’ જેથી મેં ફોન કાપી નાખેલ. ગઈ તા.૧૩/૧૧/૨૦૨૫ ના રોજ રાત્રીના હું તથા મારો દીકરો અશ્વિન માસ સ્પામાં હાજર હતા, ત્યારે નિચેથી કોઇએ અવાજ મારેલ કે,
‘કાના બહાર નિકળ- તને મારી નાખવો છે’ મેં નિચે જોયું તો ભુપતભાઈ તથા તેની સાથે ત્રણ અજાણ્યા માણસો હતા જેમાં ભુપતભાઈ પાસે તલવાર હતી જેથી હું તથા મારો દિકરો ગભરાઇ ગયેલ અને સ્પાનુ શટર બંધ કરી અંદરથી તાળુ મારી દિધેલ, જેથી ભુપતભાઇ તથા તેની સાથેના માણસો એકદમ ઉશ્કેરાઇ ગયેલ સ્પાના શટરમાં ભુપતભાઇએ તલવાર મારેલ હતી અને સ્પાની બહાર રાખેલ સી.સી.ટી.વી. બે કેમેરા તોડી નાખેલ અને તેની સાથેના માણસોએ પથ્થરોના છુટા ઘા સ્પા ઉપર કરેલ હતા જેથી અંદરનો દરવાજો તોડી નાખેલ તથા
એ.સી.માં નુકશાન પહોંચાડેલ હતુ માં-બહેન સમાણી ગાળો બોલી જતા રહેલ હતા અને હું તથા મારો દિકરો અમારા ઘરે જતા આર.સી. પાન પેટ્રોલપંપ પાસે પહોંચતા રસ્તામાં સામેના માણસો ઉભેલ હતા, મને તથા મારા દિકરાને ઝપાઝપીમાં મુંઢ ઇજા થયેલ હતી આ બનાવની બીકના કારણે અમો આ બનાવ બાબતે ફરીયાદ કરેલ ન હતી પરંતુ તે લોકોએ અમારા વિરૂધ્ધ ફરીયાદ કરેલનું જાણવા મળતા અમો પણ આ બનાવની ફરીયાદ કરવા આવેલ છીએ પોલીસ ખાતાએ ગુન્હો ભારતિય ન્યાય સંહિતાની કલમ-૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩), ૩૨૪, ૫૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…
