એક મહિલા સહિત ત્રણ જણા આરોપી
વાંકાનેર: તરકીયા ગામની સીમમા જરીયા મહાદેવ વાળા મારગે વાડી પાસે આવેલ વોકળામા ગે.કા.રીતે દેશી દારૂ બનાવવાનો આથો ગાળી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવી દેશી પીવાનો દારૂ બનાવનાર સામે પોલીસ કાર્યવાહી થઇ છે અને એક મહિલા સહિત ત્રણ જણાને આરોપી બનાવેલ છે…
જાણવા મળ્યા મુજબ કિશનભાઈ દિનેશભાઈ જરવરીયાની પોતાના ગામની સીમમા જરીયા મહાદેવ વાળા મારગે આવેલ વાડી પાસે આવેલ વોકળામાં ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર દેશી દારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી રેઈડ દરમ્યાન ગરમ આથો લીટર-૫૦ કિ.રૂ.૧૨૫ ૦/- તથા ઠંડો આથો લીટર-૫૦ કિ.રૂ.૧૨૫૦/- તથા દેશી દારૂ લીટર-૫૦ કી.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કી.રૂ. ૧૨,૫૦૦/-ના મુદ્દામાલ સાથે
(૧) કિશનભાઈ દિનેશભાઈ જરવરીયા (ર) વિમલ રસિકભાઈ જરવરીયા અને (૩) ભાવનાબેન ચોથાભાઈ જરવરીયા રેઈડ દરમ્યાન હાજર મળી આવી ગુન્હામા એકબીજાને મદદગારી કરી ગુન્હો પ્રોહિબીશન એક્ટ કલ૬૫(બી) (સી)(ડી)(ઈ)(એફ)૮૧ મુજબ નોંધાયો છે…