વાંકાનેરના કુંભારપરા વિસ્તારમાં રહેતો યુવાન પોતાનું બાઈક લઈને મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ રફાળેશ્વર ગામ નજીક
દરિયાલાલ હોટલ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેનું બાઈક સ્લીપ થઈને ડિવાઇડર સાથે અથડાતા યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી અને યુવાનનું મોત નીપજયું હતું આ અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે હાલમાં પોલીસે મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને
રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસે દરિયાલાલ હોટલથી આગળ મોજીલા સીરામીક કારખાનાના ગેઇટ સામેથી વાંકાનેરના કુંભારપરા શેરી નં-1 માં રહેતો અસલમભાઈ
હારુનભાઈ તરીયા જાતે મુસ્લિમ કાજી (23) નામનો યુવાન પોતાનું બાઈક નંબર જીજે ૩ ડીએલ 6394 લઇને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર અકસ્માતે તેનું બાઈક સ્લીપ થતા ડિવાઈડર સાથે અથડાયું હતું અને તે બનાવમાં અસલમને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી
તેનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું. જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈ સમીરભાઈ હારુનભાઈ તરીયા જાતે મુસ્લિમ કાજી (27) રહે. કુંભારપરા શેરી નં-1 વાંકાનેર વાળાની ફરિયાદ લઈને પોલીસે મૃતક સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.