વાંકાનેર: નાગાબાવાજીના મંદીરની સામે એક ઈસમના હાથમા રહેલી થેલી પોલીસે ચેક કરતા ઈંગ્લીશ દારૂની નાની બોટલો (ચપલા) સાથે પકડાયો છે અને પૂછપરછ દરમ્યાન બીજા બે જણાના નામ ખુલતા કાર્યવાહી કરવામાં આવેલ છે
જાણવા મળ્યા મુજબ વાંકાનેર સીટી પો. સ્ટેશનના જનકભાઈ વલ્લભભાઈ ચાવડા તથા પો.કોન્સ દર્શિતભાઇ ગીરીશભાઇ વ્યાસ વાંકાનેર નાગાબાવાજીના
મંદીરની સામે વિજયભાઈ જાનકીદાસ દુધરેજીયા (બાવાજી) (ઉ.વ.૨૮) રહે.વાંકાનેર પેડક સોસાયટી સરકારી દવાખાના પાછળ વાળાના હાથમા રહેલી થેલી ચેક
કરતા તેમાંથી ઈંગ્લીશ દારૂની કુલ-૦૫ બોટલો મળી આવતા અને વધુ આ ઈંગ્લીશ દારૂ ક્યાથી લઈ આવેલ તે અંગે પુછતા કુલદીપસિંહ ઝાલા રહે.વાંકાનેર
વાળા પાસેથી મંગાવેલ હતો અને આ દારૂનો જથ્થો કીશનભાઈ લુવાણા રહે.વાંકાનેર વાળા આપી ગયાનું ખુલ્યું હતું. આથી ત્રણેય સામે પ્રોહી. કલમ-૬૫ એ,
૧૧૬(બી), ૮૧ મુજબનો ગુન્હો નોંધી ધોરણસર અટક કરેલ છે
ટ્રાફિક નિયમના ભંગ:
અદેપરના મહેશ વીરજીભાઈ બાવરવા સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી થઇ છે…