વાંકાનેર શહેરમાં પટેલ સમાજની વાડીમાં દર વર્ષની પરંપરા મુજબ પાટીદાર સમાજનો દશેરા જ્ઞાતિ જમણવાર તથા વિદ્યાર્થી સન્માન સમારોહ તાજેતરમાં યોજવામાં આવ્યો હતો


સમારોહમાં આર.એસ.એસ.ના જસ્મીનભાઈ હિશું, સિદસર ઉમિયાધામથી સરોજબેન મારડીયા તથા ડો. નયનાબેન ભાલોડીયા ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સમાજના અગ્રણીઓ દ્વારા સમાજને તુટતા પરિવાર, છૂટાછેડા, વ્યસન જેવા દુષણોથી સમાજને સાવધ કર્યા હતા. કાર્યક્રમમાં પટેલ સમાજ ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગની સમગ્ર વ્યવસ્થા સમાજના આગેવાન પ્રજ્ઞેશભાઈ પટેલ, ઘનશ્યામભાઈ ઢોલરીયા તથા તુલસીભાઈ પટેલ સહિતનાઓએ સંભાળી હતી.