વાંકાનેર: મોરબી જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી જે.એસ.પ્રજાપતી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કે.જે. દવે મેડમની સુચના અન્વયે
આજ રોજ તા.31/05/2024 તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેરના ટી.એચ.ઓ.ડો. આરીફ એ. શેરસીયા સાહેબ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપળીયારાજના મેડિકલ ઓફિસર ડો. ઉમંગ ચોહાણના માર્ગદર્શન હેઠળ વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે આયુષમાન આરોગ્ય મંદીર વાલાસણ ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના
વ્યસન અંગેની જાગૃતિ અર્થે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ આ ચિત્ર સ્પર્ધામાં અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો, વિદ્યાર્થીઓએ પોતાની અલગ શૈલીમાં વ્યસનની અસરો અંગે સમજ આપતા વિવિધ ચિત્રો દોરવામાં આવેલ, ત્યારબાદ પીપળીયારાજ પી.એચ.સી.ના
સુપરવાઈઝર સલીમ આર. પીપરવાડીયા દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનથી થતા નુકશાન, તેની શારીરિક અસરો, આર્થિક અસરો અંગે સમજ આપવામાં આવેલ,
ત્યારબાદ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે નાસ્તોનુ આયોજન કરેલ ત્યારબાદ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ફરહાના આઈ. શેરસીયા, ફીમેલ હેલ્થ વર્કર નશીમ એમ. શેરસીયા અને
મહંમદઆરીફ એ.કડીવાર દ્વારા વિદ્યાર્થીઓને પોતે વ્યસન મુક્ત રહેવા અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનાવવા અંગેનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો, અને અંતે પ્રવચન આપી આભાર વ્યક્ત કરીને કાર્યક્રમને પૂર્ણ કરેલ…