યુવતી તાન્ઝાનિયા દેશની
અન્ય ચાર યુવતીઓ પણ હાજર મળી આવી
વાંકાનેર: રાણેકપર ગામના પાટીયા પાસે આવેલ હીમાલયા પ્લાજા કોમ્પલેક્ષમાં સ્પાની આડમાં ગેરકાયદેસર રીતે કુટણખાનુ ચાલતું એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ મોરબીએ પકડેલ છે અને આરોપીઓએ દેહવ્યપારના લાયસન્સ વગર બહારથી સ્ત્રીઓને બોલાવી સ્પામાં આવતા ગ્રાહકોને અનૈતિક શરીરસુખ માણવા માટે સાધન/સગવડો પુરી પડતા હોવાની ફરિયાદ થઇ છે અને રેઇડ દરમ્યાન કોન્ડોમ તથા રોકડા રૂ.૩૦૦૦/- તથા મોબાઇલ કી.રૂ.૪,૦૦૦/-મળી જે કુલ રૂ.૭૦૦૦/- ના મુદામાલ સાથે કબ્જે કરેલ છે….
જાણવા મળ્યા મુજબ એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ મોરબીને બાતમી મળેલ કે, વાંકાનેર તાલુકાના રાણેકપર ગામના પાટીયા પાસે આવેલ હીમાલયા પ્લાજા કોમ્પલેક્ષમાં પ્રથમ માળે આવેલ સ્પર્શ સ્પા એન્ડ સલુનમાં સ્પાની આડમાં ગેરકાયદેસર રીતે કુટણખાનુ ચલાવે છે, 
આથી બે પંચોને તથા એક સ્થાનિક સશક્ત યુવકને વાંકાનેર ઢુવા પોલીસ ચોકી ખાતે બોલાવી સમજ કરી કે, ‘સ્પર્શ સ્પા એન્ડ સલુન’ નામના સ્પામાં તેનો સંચાલક રવિન્દ્રભાઇ નવીનચંદ્ર સોલંકી રહે. વાંકાનેર સોની શેરી દરબારગઢ રોડ બહારના રાજ્યમાંથી આવેલ લલનાઓ રાખી બહારથી ગ્રાહકો બોલાવી તેઓને (બોડી મશાજ) ના ઓથા તળે 
લલનાઓ સાથે શરીર સુખ માણવા માટે સવલતો પુરી પાડીને કુટણખાનુ ચલાવે છે. ટીમે ૫૦૦/- ના દરની ચલણી નોટ નંગ-૦૬ આપેલ સલૂનમાં જઈ રૂમમાં જવુ અને રૂમમાં યુવતી સાથે અડપલા કરવા નહીં કે શરીર સુખ માણવુ નહીં
એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ મોરબીએ રેઇડ કરી અંદર આવતા ચોરસ બેડ ઉપર મોકલેલ ડમી ગ્રાહક બેઠેલ હોય તથા તેની બાજુમાં એક યુવતી કઢંગી હાલતમાં સુતેલ જોવામાં આવતા તુરતજ ડમી ગ્રાહકને બહાર મોકલી સાથેના મહીલા કર્મચારી મારફતે હાજર સ્ત્રીને યોગ્ય સ્થિતિમાં કપડા પહેરવા સમજ કરી રૂમમાં બેસી ૨હેવા સુચના કરી અને ત્યારબાદ રિસેપ્શનના ટેબલ ઉપર એક એન્ડ્રોઇડ મોબાઇલ ફોનની કિ.રૂ .૪,૦૦૦/- ગણી કબજે કરેલ તેમજ રીસેપ્શનના ટેબલના કાઉન્ટરના જમણી બાજુ બે ખાના આવેલ છે. જેમાં ડ્રોઅર આવેલ હોય જેમાં પહેલા એટલે કે, ઉપરના ખાનામાં તપાસ કરતા ખાના માંથી રોકડા રૂપી યા-૩૦૦૦ /- કબ્જે કરેલ.
યુવતી તાન્ઝાનિયા દેશની હોવાનું જાણવા મળેલ, ઉપરાંત દાહોદ જિલ્લાની એક, ગોંડલ તાલુકાની એક તથા મહારાષ્ટ્રની બે યુવતીઓ હાજર મળી આવેલ હતી મેનેજર તરીકે વાંકાનેર નવાપરા પંચાસર રોડ વિધાતા પોટરી સામે રહેતો મૂળ ખીજડીયા (વાંકાનેર) નો અરવિંદ વશરામભાઇ દેગડા હોવાનું જાણવા મળેલ છે ધી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શીન એકટની ૧૯૫૬૧૯૫૬ની કલમ ૩(૧), ૪, ૫(૧)(એ), ૫(૧)(ડી), ૬(૧)(બી), મુજબ ગુન્હો નોંધાયો છે….
