કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

રંગપરના પાટીયા પાસે અકસ્માતમાં ડંપર ચાલકનું મોત

વાંકાનેર: તાલુકાના રંગપર ગામના પાટીયાથી વાંકાનેર તરફ હાઇવે પર રોંગ સાઇડમાં ડંપર લઈને જતા તે દરમ્યાન સામેથી એક અજાણ્યુ આઇસર આવેલ અને અકસ્માતમાં ડંપર ચાલકને દવાખાનામાં દાખલ કરેલ જ્યાં એમનું મોત નીપજેલ છે…

જાણવા મળ્યા મુજબ રાજકોટ રૈયા ધાર રામાપીરના મંદિર પાસે રાધે શ્યામ ગૌશાળા સામે રહેતા સપનાબેન કાળુભાઇ ઉર્ફે રવી પરશોતમભાઈ બેરડીયા (ઉ.વ.૨૬) મુળ રહે. રાણપરડા તા.જેસર જી.ભાવનગર વાળાએ ફરીયાદ લખાવેલ છે કે પોતાના પતિ કાળુભાઈનુ વાંકાનેર બાઉન્ટ્રી રોડ પર રંગપર ગામના પાટીયા પાસે એકસીડન્ટ થયેલ અને રાજકોટ સરકારી દવાખાને લઇ ગયેલ જ્યાં કાળુભાઇ વાતચીત કરતા હોઇ ફરિયાદીને વાત કરેલ કે ડમ્પર માલીક વિજયભાઇ જલુનુ ડમ્પર નંબર GJ.03.BW.8 913 વાળુ લઇને

તા.૧૬/૦૭/૨૦૨૪ ના એકલો રાત્રીના બે વાગ્યાના અરસામાં વાંકાનેર તાલુકાના રંગપર ગામના પાટીયાથી વાંકાનેર તરફ હાઇવે પર રોંગ સાઇડમાં જતો હતો તે દરમ્યાન સામેથી એક અજાણ્યુ આઇસર આવેલ અને તેણે એકદમ અકસ્માત થતો બચાવવા જતા ટર્ન લીધેલ જેથી આઇશરના ઠાઠાનો ભાગ મારા ડમ્પરના મોરાના ભાગે અથડાયેલ અને મોરાનો ભાગ દબાઇ જતા મને ઇજાઓ થયેલ છે મને સરકારી હોસ્પિટલ વાંકાનેર ખાતે સારવારમાં લઇ ગયેલ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પીટલે લઇ આવેલ છે સારવાર દરમ્યાન મરણ ગયેલ છે. ગુન્હો BNSકલમ-૨૮૧,૧૦૬(૧) તથા એમ.વી.એક્ટ કલ૩-૧૮૧, ૧૧૯, ૧૭૭, ૧૮૪ મુજબ નોંધાયેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!