કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ક્રેનનું આગળનુ ટાયર જમણા પગ પર ચડાવી દીધું

ડમ્પરે ડબ્બલ સવારી મોટર સાયકલને હડફેટે લીધું

એકને પગમાં ફેકચર

માટેલ ઢુવા રોડ પરનો બનાવ
જાંબુડીયાનો શખ્સ નશો કરી બાઈક ચલાવતા

વાંકાનેર: માટેલ ઢુવા રોડ ઉપર ઉમિયા વે બ્રીજ સામે ડબ્બલ સવારી મોટર સાયકલને એક ડમ્પરે હડફેટે લેતા પગમાં ફેકચર થતા ઇજાગ્રસ્તે દવાખાનામાં સારવાર લેવી પડી છે…

જાણવા મળ્યા મુજબ હરીભાઈ કરશનભાઈ સાડમીયા (ઉ.૨૦) રહે. હાલ લીજોરા સીરામીક પાસે ઝુપડામાં માટેલ ગામની સીમ, તા: વાંકાનેર મુળ રહે. અકાળા તા. ચોટીલાવાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે તા.૨૩/૧૨/૨૦૨૫ ના બપોરના મોટર સાયકલ લઈ ઢુવા જવા માટે ઘરેથી નીકળેલ અને

વાડી, ફાર્મ હાઉસ, કારખાના કે પોલ્ટ્રીફાર્મમાં ફેન્સીંગ માટે

માટેલ રોડ ઉપર અમરધામ પહોંચેલ ત્યાં અગાઉ મારી સાથે કામ કરતો મારો મિત્ર બનેસિંહ બાબુલાલ રહે. એમ.પી. વાળો ઉભેલ તેને મોટર સાયકલમાં બેસાડેલ અને અમો માટેલ ઢુવા રોડ ઉપર ઉમિયા વે બ્રીજ પાસે પહોંચતા પાછળથી એક ડમ્પર નંબર GJ-13-AW-2654 ફુલપાટ ઝડપે આવેલ અને મોટર સાયકલને પાછળથી ઠોકર મારતા

અમે પડી ગયેલ ત્યાં માણસો ભેગા થઈ ગયેલ, બાદમાં ૧૦૮ માં બનેસિંહને મોરબી દવાખાને લઈ ગયેલ હતા તેને ડાબા પગમાં ફેકચર થયેલ અને ઓપરેશન કરેલ છે પોલીસ ખાતાએ ફરિયાદ ગુન્હો બી.એન.એસ કલમ-૨૮૧, ૧૨૫(એ)(બી) તથા M.V.ACT કલમ ૧૭૭, ૧૮૪ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે…

જાંબુડીયાનો શખ્સ નશો કરી બાઈક ચલાવતા
વાંકાનેર તાલુકાના જાંબુડીયા ગામના રોહિતભાઈ દાનાભાઈ કાંજીયા (ઉ.23) વીરપર રોડ પર ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર કેફી પીણું પીધેલ હાલતમાં પોતાના હવાલાવાળુ હિરો કંપનીનુ ડીલક્ષ મોટર સાયકલ રજી. નંબર GJ-36-M-4208, કી.રૂ.૨૦,૦૦૦/-જાહેર રોડ ઉપર ડ્રાઈવીંગ લાયસન્સ વગર સર્પાકારે ચલાવી નિકળી મળી આવતા ગુન્હો એમ.વી.એકટ કલમ ૧૮૫, ૧૮૧(૧) તથા પ્રોહિબીશન એક્ટ કલમ ૬૬(૧)બી મુજબ નોંધાયો છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!