કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

નકલી ટોલનાકુ ગૌચરની જમીનમાં બની ગયું હતું

ફાઇનલ રીપોર્ટમાં ચોંકાવનારો ધડાકો

મોરબી: વાંકાનેર હાઇવે ઉપર વઘાસિયા પાસે આવેલ ટોલનાકાને બાયપાસ કરીને ગેરકાયદે ટોલનાકા બનાવવાના પ્રકરણમાં વાંકાનેરના પ્રાંત અધિકારી દ્વારા જુદા જુદા ચાર વિભાગના અધિકારીઓની એક કમિટી જે ફાઇનલ રીપોર્ટ આપવામાં આવેલ છે તેમાં ચોકાવનારો ખુલાસો થયો છે અને ટોલનાકાને બાયપાસ કરીને ગેરકાયદે ઉઘરાણા કરનારાઓએ ટોલનાકાની બંને બાજુએ ગોચરની જમીનનો ઉપયોગ કરીને ગેરકાયદે રસ્તા બનાવ્યા હતા અને ત્યાંથી પસાર થતાં વાહન ચાલકો પાસેથી ઉઘરાણા કરવામાં આવી રહ્યા હતા અને જે વ્હાઇટ હાઉસ કારખાનામાંથી વાહનો પસાર થઈ રહ્યા હતા તે કારખાનાને નેશનલ હાઇવે રોડ ઉપર દરવાજો મુકવા માટે થઈને હાઇવે ઓથોરિટી તરફથી મંજૂરી હતી કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી હતી

મા. યાર્ડ વાંકાનેર બજારભાવ 10-11-2023

મોરબી વાંકાનેર હાઇવે ઉપર વઘાસિયા પાસે કેન્દ્ર સરકાર સંચાલિત ટોલનાકા ઉપરથી પસાર થતા વાહન ચાલકો પાસેથી સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ ચાર્જ મુજબની રકમ વસૂલ કરવામાં આવે છે જોકે, આ ટોલનાકાને બાયપાસ કરીને ટોલનાકાની બાજુમાં આવેલ વ્હાઇટ હાઉસ નામના બંધ પડેલા કારખાનામાંથી ગેરકાયદેસર રસ્તો કાઢીને ગેરકાયદે ટોલના ઉઘરાણા કરવામાં આવતા હતા. ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પાસેથી ટોલનાકા ઉપર લેવામાં આવતા ટોલની અડધી રકમ કરતા પણ ઓછી રકમ લઈને ત્યાંથી વાહનોને પસાર થવા દેવામાં આવતા હતા તેવી જ રીતે વઘાસીયા ગામ પાસે અને કારખાનાની પાછળના ભાગમાં પણ ગોરકાયદે રસ્તા બનાવીને વાહનોને ગેરકાયદે ઉઘરાણા કરીને પસાર કરવા દેવામાં આવતા હતા આમ ટોલનાકાની બંને બાજુએથી વાહનોની અવરજવર ગેરકાયદે થતી હતી અને ત્યાં પૈસાના ઉઘરાણા પણ થતા હતા

આ બાબતે ગત તા 4 ડિસેમ્બરના રોજ જિલ્લા કલેક્ટર દ્વારા તપાસનો આદેશ કરવામાં આવ્યો હતો અને જે તે સમયે તા 4 ડિસેમ્બરે વાઈટ હાઉસ કારખાનાના માલિક અમરશીભાઈ જેરામભાઈ પટેલ, વઘાસિયા ગામના માજી સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિત કુલ મળીને પાંચ શખ્સોની સામે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ઠગાઈની ફરિયાદ નોંધવામાં આવી હતી જે ગુનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે અને તેના કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા છે અને આ આરોપીઓ દ્વારા ગેરકાયદે ટોલનાકા કેટલા સમયથી શરૂ કરવામાં આવ્યા હતા? કઈ રીતે ત્યાં ઉઘરાણા થતા હતા ? અને ફરિયાદ નોંધાવી ત્યારથી લઈને અત્યાર સુધી ત્યાં રોકાયા હતા ? તેમજ આ ગુનામાં પકડવાના બાકી આરોપીઓને પકડવા માટે હાલમાં પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવી રહી છે તેવામાં અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે તપાસ કમિટી દ્વારા જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે તેમાં પણ કેટલાક ચોકાવનારા ખુલાસાઓ થયેલા છે

આ ગેરકાયદે ટોલનાકાની તપાસ માટે વાંકાનેરના જે તે સમયના પ્રાંત અધિકારી એ.એચ. સેરસિયાએ મામલતદાર, ટીડીઓ, પીઆઇ અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી આમ કુલ મળીને ચાર અધિકારીઓની એક કમિટી બનાવી હતી જે આધિકારીઓ દ્વારા જે જગ્યાએથી ગેરકાયદે ઉઘરાણા કરીને વાહનો પસાર કરવામાં આવી રહ્યા હતા તે રસ્તાની ખરાઈ કરવામાં આવી હતી તેમજ કેટલા સમયથી આ ગેરકાયદે ટોલનાકા ચાલુ હતા તે સહિતના મુદાઓની તપાસ કરવામાં આવી હતી અને આ ચારેય અધિકારીઓ સંયુક્ત ટીમને જે તપાસ સોપવામાં આવી હતી તે પુર્ણ થયા બાદ તેના રીપોર્ટ આધારે વાંકાનેરના પ્રાંત અધિકારી દ્વારા ફાઇનલ રિપોર્ટ આપવામાં આવ્યો છે.

સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ વઘાસીયા ટોલનાકાની બંને બાજુએ જે ગેરકાયદેસર ટોલનાકા શરૂ કરવામાં આવ્યા હતા તેના રસ્તા માટે થઈને ગોચરની જમીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એટલે કે ગોચરની જમીનમાંથી ગેરકાયદેસર રસ્તા બનાવીને ગેરકાયદેસર ઉઘરાણા કરવામાં આવતા હતા તેવું તપાસ કમિટીના રિપોર્ટમાં સામે આવેલ છે તેમજ વ્હાઇટ હાઉસ કારખાનું વર્ષો જૂનું છે જોકે નેશનલ હાઈવે ઓથોરિટી પાસેથી કારખાનેદાર દ્વારા મેઇન રસ્તા ઉપર દરવાજો મુકવા માટે મંજૂરી માંગવામાં આવી હતી કે તેને આપવામાં આવી છે ? તે બાબતને લઈને પણ આગામી દિવસોમાં ચોકાવનારી માહિતી સામે આવી શકે તેમ છે તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે….

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!