કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વૃદ્ધા લાપતા બનતા પરિવારે શોધખોળ આદરી

વાંકાનેરના સ્વામી વિવેકાનંદનગરમાં રહેતા વૃદ્ધાની ભાળ મળે તો મોબાઈલ નંબર ૯૯૨૫૭ ૪૩રર૧ ઉપર સંપર્ક કરવો

વાંકાનેરના સ્વામી વિવેકાનંદનગર વિસ્તારમાં રહેતા વૃદ્ધા લાપતા થયાની ઘટના સામે આવી છે. આ મામલે તેમના પતિ દ્વારા વાંકાનેર સીટી પોલીસમાં પણ અરજી કરવામાં આવી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર સ્વામી વિવેકાનંદનગર વિસ્તારમાં નાયરાના પેટ્રોલપંપ પાછળ રહેતા ૫૬ વર્ષીય રેખાબેન ધર્મેન્દ્રભાઇ પંડયા મનોરોગથી પીડિત છે. ગત તારીખ : ૨૫-૫-૨૦૨૩ને ગુરૂવારના રોજ તેમના ઘરની અગાશી પરનો દરવાજો રીપેર કરવા માટે સુથાર આવ્યો હતો. જેથી તેમના પતિ ધર્મેન્દ્રભાઇ અગાસી પર હતા. એ સમયે રેખાબેન વહેલી સવારે કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા.

જયારે તેમના પતિ નીચે આવ્યા ત્યારે રેખાબેન ક્યાંય મળ્યા ન હતા. આ મુદ્દે ધર્મેન્દ્રભાઇએ વાંકાનેર સીટી પોલીસમાં લાપતા થયાની અરજી કરી હતી અને મોરબી જિલ્લાની જનતાને અપીલ કરી હતી કે રેખાબેન વિશે કોઈ માહિતી પ્રાપ્ત થાય તો તેમના મોબાઈલ નંબર ૯૯૨૫૭ ૪૩રર૧ પર સંપર્ક કરવો.

Content Copying Forbidden !!

error: Content is protected !!