પોલીસ સ્ટેશનેથી
વાંકાનેર: તાલુકાના સિંધાવદર ગામના એક ખેડૂતને ભેલાણની ના પડતા ખીજડિયાના માલધારીએ ખેડૂતને લાકડી મારતા ડાબા હાથે કોણીથી નીચેના ભાગે ફેક્ચર અને બંને પગે ઢીંચણથી નીચેના ભાગે મુંઢમાર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ થઇ છે.
પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ સિંધાવદરના અબ્દુલરહીમ આહમદભાઇ શેરસીયા (ઉ.વ.૫૧) વાળાએ ફરિયાદ કરી છે કે પોતાની કલાવડીના બોર્ડ પાસે “ધારિયા” નામની સીમમાં સીંધાવદરના સર્વે નંબર ૨૨ પૈકી ૩ ની આશરે ચારેક વિધા જેટલી ખેતીની જમીન આવેલ છે. જેમા હાલ કપાસનું વાવેતર કરેલ છે.
ગઈ કાલે ફરિયાદીના પત્નિ ખેતરે કપાસ વિણવા સારુ ગયેલ, બપોરના ચા દેવા સારું ખેતરે જતા ખીજડીયા ગામનો કૈલાસ લીલાભાઈ સરૈયા પંદરેક ભેંસો ગાયોને ખેતરમાં ચરાવવા સારુ મગજમારી કરતો હતો. કપાસ વિણવાનો બાકી હોય ચારવાની ના પાડતા તે ત્યાંથી જતો રહેલ.
બાદમાં મોટરસાઇકલમા પેટ્રોલ પુરાવવાનુ હોય કલાવડીના બોર્ડ પાસે પેટ્રોલ પમ્પે પુરાવવા સારુ જતા ત્યાં નુર ઈન્ડસ્ટ્રીજ પાસે આવેલ પાણીના અવાળા પાસે પોહચતા કૈલાસ લીલાભાઈ સરૈયા પોતાની પાસે રહેલ લાકડીથી આડેધડ મારવા લાગેલ અને કહેવા લાગેલ કે શું કામ ખેતરમાં ચારવા નથી દેતો? હવે જો ઢોર ચરાવવાની ના પાડી છે તો ઠામ મારી નાખીસ એમ કહી મને જેમ તેમ ગાળો આપેલ
દરમ્યાન ફોન કરી અને બનાવની વાત કરતા ફરિયાદીના પત્ની, ઈરફાનભાઈ, ઈમરાનભાઈ મીમનજીભાઇ શેરસીયા, ગુલામભાઈ આહમદભાઈ શેરસીયા તાત્કાલીક આવી જતા ૧૦૮ ને ફોનથી બોલાવી પીર મશાયખ હોસ્પીટલમાં સારવારમાં દાખલ કરેલ છે.
પોલીસ સ્ટેશનેથી
દારૂ સાથે: મૂળ હસનપરના હાલ સરતાનપર સીમમાં રોલ્સ સીરામીક પાસે ખરાબામાં રહેતા રૂપાબેન રમેશભાઈ વાજલીયા (દેવીપૂજક) પાસેથી 60 કોથળીઓ દેશી દારૂ મળી આવતા કાર્યવાહી
પીધેલ: (1) વાંકાનેર નવાપરા શેરી નં 3 માં રહેતા મુકેશ અમરશીભાઇ વિંઝવાડિયા (2) આરોગ્યનગર બસ સ્ટેન્ડ સામે રહેતા અમિત ઉર્ફે રોહિત દિનેશભાઇ કુબાવત અને (3) શક્તિપરા હસનપરમા રહેતા જીવાભાઈ લાખાભાઇ મકવાણા પીધેલ પકડાયા છે.