વીસીપરા વિસ્તારનો ચુવાળિયા કોળી યુવાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં

વાંકાનેરની વિક્ટર સોસાયટીમાં રહેતો યુવાન વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને રાતે આવ્યો હતો અને ત્યાં તેણે ફિનાઈલ પી લેતા સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા છે. બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર પોલીસે તપાસ હાથ ધરી છે.


બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના વીસીપરા વિસ્તારમાં આવેલ વિકટર સોસાયટીમાં રહેતા કમલેશભાઇ હેમુભાઇ ઉડેશા ચુવાળિયા કોળી (34) એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગત રાત્રીના એક વાગ્યાના અરસામાં કોઇ કારણોસર ફીનાઇલ પી લીધું હતું જેથી તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ વાકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે. આ બનાવની હોસ્પિટલ મારફતે વકિાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નૌધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને ક્રમલેરાભાઈને હોસ્પિટલે લઇને આવનારા ચૈતનભાઇ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે પતિ પત્ની વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી અને માથાકુટ થઈ હતી.
ત્યારબાદ કમલેશભાઈએ વાંકાનેર પોલીસ સ્ટેશન ખાતે જઇને ફિનાઇલ પી લીધું હતું જેથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા છે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.