ટંકારા: તાલુકાના ઓટાળા ગામે રહેતા બે પાડોશી વચ્ચે માર મારવા અંગે ફરિયાદ થઇ છે
આ બનાવ અંગે મળેલ માહિતી મુજબ તાલુકાના ઓટાળા ગામે રહેતા ફરિયાદી અનસોયાબેન બાબુભાઇ મકવાણાએ પડોશમાં રહેતા આરોપી શૈલેશભાઈ જીવાભાઈ પરમાર, જીવાભાઈ મેઘાભાઈ પરમાર, ભાનુબેન જીવાભાઈ પરમાર અને હીનાબેન શૈલેષભાઇ પરમાર વિરુદ્ધ તેમના પુત્રને ગાળો આપવા મામલે ઝઘડો કરી પુત્ર અને સાસુને લાકડી વડે માર મારવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
દારૂ સાથે:
(1) ટંકારાના જયનગર દેવીપૂજક વાસમાં રહેતા સોનલબેન ધારસીભાઇ સાડમિયા અને (2) ઓટાળાના શૈલેષ મનસુખભાઇ આડેસરા પાસેથી દેશી દારૂ મળી આવ્યો
ટ્રાફિક નિયમના ભંગ:
(1) ટંકારા દેવીપૂજક વાસમાં રહેતા જયેશ મગનભાઈ કુંઢીયા અને (2) નેકનામ પડધરી રોડ ઉપર ઓનેરી કારખાના સામેથી રતનપરના નીતિન વસંતલાલ ચૌહાણ સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી….