કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

લુણસર પાસે ડમ્પર સાઇડમાં લેવા બાબતે માથાકૂટ

લુણસર પાસે ડમ્પર સાઇડમાં લેવા બાબતે માથાકૂટ

‘મારૂ ડમ્પર સાઇડમાં નઈ ચાલે’

‘ડમ્પર તેઓની ફોર વ્હીલ માથે ચડાવીને આગળ જવા દે’

વાંકાનેર: તાલુકાના લુણસર પાસે સીંગલ પટ્ટી રોડ ઉપર ડમ્પર રોડની વચ્ચોવચ્ચ ચલાવી આવતો હોય જેથી કાર ચાલકે ડમ્પર થોડુ સાઇડમાં લઇ લેવા કહેલ, ડમ્પર ચાલકે સાઈડમાં લેવાને બદલે બીજા માણસોને બોલાવેલ, જેમણે ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યાની ફરિયાદ થઇ છે….

જાણવા મળ્યા મુજબ લુણસરના ખેતી કરતા વિકાશભાઈ નવઘણભાઇ વાઘેલા જાતે-કોળી (ઉ.વ.-૨૩) એ ફરીયાદમાં લખાવેલ છે કે બપોરના મારા બનેવી પ્રવીણભાઈ રંગપરા રહે. સોનગઢ તા. થાનગઢ તથા મારા મોટા બહેન ચેતનાબેન સાથે તેઓની બ્રેજા ફોરવ્હીલ કાર રજી. નંબર જીજે-૧૩-સીઈ-૯૫૫૪ વાળી લઇને હોસ્પીટલના કામકાજ સબબ સરધારકા ગામે આવતા હોય ત્યારે લુણસર પાસે શ્રીહરી સીલીકા પ્લાન્ટ પાસે

સીંગલ પટ્ટી રોડ ઉપર સામેથી એક રજી.નંબર જીજે-૧૩-એએક્સ-૭૪૯૧ વાળું ડમ્પર રોડની વચ્ચોવચ્ચ ચલાવી આવતો હોય જેથી ડમ્પર થોડુ સાઇડમાં લઇ લેવા કહેલ પરંતુ ડમ્પરના ચાલકે ઉશ્કેરાઇ જઇ કહેલ કે ‘મારૂ ડમ્પર સાઇડમાં નઈ ચાલે, તારી ફોરવ્હીલ રોડની નિચે લઇ લે’ જેથી મે તેઓને કહેલ કે ‘મારી ફોરવ્હીલ સાઇડમાં જ છે તમે ડમ્પર થોડુ સાઇડમાં લઇ લો જેથી હુ નિકળી શકુ’ એમ કહેતા આ ડમ્પરનો ચાલક ઉશ્કેરાઇ ગયેલ અને

જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગેલ, જેથી મેં તેઓને ના કહેતા મને કહેલ કે ‘અત્યારે દિવસ છે એટલે ડમ્પર ઉભુ રાખેલ છે, રાત હોત તો ડમ્પર માથે ચડાવી દેત’ અને ડમ્પરના માલીકનુ નામ પુછતા તેણે મને વિજયભાઇ અઘારા રહે. દેપરાગામ (વગળીયા) તા, મુળીવાળાનુ હોવાનુ જણાવેલ અને સદરહુ ડમ્પરના ચાલકે કોઇને ફોન કરી અને બોલાવેલ, બાદ થોડીવારમાં ત્યાં બે માણસો આવેલ જેમાંથી એક ભાઇએ કહેલ કે

‘હું વિજયભાઇ અઘારા છુ અને આ ડમ્પર ટ્રક મારૂ છે, જેથી મે તેઓને બનાવ બાબતે વાત કરેલ પરંતુ આ વિજયભાઇએ મને તથા મારા બનેવીને ધમકી આપતા કહ્યુ કે ‘મને ઓળખો છો હું કોણ છું ?’ અને એટલામાં પાછળથી કોઇ બીજો ટ્રક ડ્રાઇવર પણ આવી ગયેલ અને તે પણ અમારી સાથે ગાળાગાળી કરવા લાગેલ અને આ વિજયભાઇએ પોતાના ડ્રાઇવરને કહેલ કે ‘આ લોકો સાથે માથાકુટ ના કરવાની હોય તું ડમ્પર તેઓની ફોર વ્હીલ માથે ચડાવીને આગળ જવા દે’ જેથી અમોએ આ વિજયભાઈને કહેલ કે ‘એમ ડમ્પર માથે ચડાવવાની વાત કેમ કરો છો?’ જેથી તેઓ વધુ ઉશ્કેરાઇ ગયેલ આ ચારેય લોકો મને તથા મારા બનેવી સાથે ઝઘડો કરવા લાગેલ, ઢીકાપાટુનો માર મારવા લાગેલ, આસપાસમાં માણસો ભેગા થઈ ગયેલ અને છોડાવવા વચ્ચે પડેલ, વિજયભાઇએ જતા જતા અમોને ધમકી આપેલ કે ‘ક્યારેય સામે મળશો તો તમને જાનથી મારી નાખીશ’ આ ચારેય માણસો પોતાનુ ડમ્પર ત્યાં જ મુકી જતા રહેલ. પોલીસ ખાતાએ ફરિયાદ નોંધેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!