વાંકાનેર: ભોજપરા વાદી વસાહતમાં બે પ્રાઈવરો વચ્ચે છોકરીની લેતી-દેતી બાબતે ઘણા સમયથી ચાલતા ઝઘડાને કારણે શખ્સને માર માર્યાની ફરિયાદ થઇ છે
ભોજપરા વાદી વસાહતમાં રહેતા અને ઈકો ડ્રાઇવિંગ કરતા ખોડુનાથ ગોરખનાથ ભાઠી / વાદી (મદારી) (ઉ.વ. ૩૧) વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે

ભોજપરા વાદી વસાહતમાં બાંભણીયા પરીવાર તથા પરમાર પરીવાર વચ્ચે છોકરીની લેતી-દેતી બાબતે ઘણા સમયથી ઝઘડો ચાલતો હોય અને પોતે પરમાર પરીવારનો જમાઈ હોય તા.૦૧/૦૫/૨૦૨૪ ના સવારના પોતાનું એકટીવા લઈ એમના સસરા સુરમનાથ કાળુનાથ પરમાર માટે નર્સરી ચોકડીએ ચા લેવા માટે

નીકળેલ ત્યારે રસ્તામાં વચ્ચે બાંભણીયા પરીવારના સભ્યો બોલેરો ગાડીમાં (1) શાહરૂખનાથ બાકનાથ બાંભણીયા (2) શાયરનાથ હજુરનાથ બાંભણીયા (3) હજુરનાથ ઢેબનાથ બાંભણીયા (4) કિશનનાથ ઉર્ફે કાળુનાથ બબાનાથ બાંભણીયા (5) ચેતનનાથ મિલ્ખાનાથ બાંભણીયા (6) તથા જોગનાથ કાશનાથ
બાંભણીયા તેમ બધાય બેસેલ હતા. ફરિયાદીને રસ્તામાં જોઈ જતા બોલેરો પીકઅપ ગાડી પાછળ દોડાવેલ, આથી વધારે સ્પીડથી એક્ટીવા લઈ થાન રોડ પર જવા દીધેલ અને ફોનમાંથી પોતાના પિતા ગોરખનાથને ફોન કરી પીછો કરતા હોઈ થાન રોડ પર આવવા જણાવેલ આગળ જતા થાન રોડ ઉપર આવેલ
પેટ્રોલપંપ પાસે પહોંચતા ત્યાં એક ટ્રક આડો ઉતરતા એક્ટીવા ધીમુ પાડી ઉભો રહી ગયેલ અને પાછળથી બોલેરો પીકઅપ ગાડીમાંથી બધાય ભેગા મળી લાકડી, પાઈપ તથા લોખંડના સળીયા વતી માર મારેલ હોય વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતેથી પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલમાં સારવારમાં રીફર કરેલ છે.
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો



