કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ઠીકરીયાળા અને નાગલપરમા વિદેશી ઝડપાયો

હિતેશની 48 અને મહેશ ઉર્ફે રામાની 2 બોટલ વિદેશી દારૂ સાથે ધરપકડ

વાંકાનેર: ઠીકરીયાળા ગામે બાઇકમાં વિદેશી દારૂની હેરફેરી કરતો ઈસમ ઝડપાયો
વાંકાનેરના ઠીકરીયાળા ગામે બાઈકમાં ઈંગ્લીશ દારૂની હેરફેરી કરતા એક ઈસમની વાંકાનેર તાલુકા પોલીસે ધરપકડ કરી છે અને રૂપિયા ૪૮,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

બનાવની મળતી વિગત મુજબ ઠીકરીયાળા ગામની સીમ વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ સમયે દરમિયાન આરોપી હિતેશ રતાભાઇ ડાભી રૂપિયા બાઈક નંબર GJ.13.AK.1704 પર નીકળતા પોલીસે તેને અટકાવી તલાશી લેતા બે થેલામા રૂપિયા ૧૮,૦૦૦ ની કિમતની ૪૮ નંગ ઇગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી. તેથી પોલીસે દારૂનો જથ્થો અને બાઈક સહિત રૂપિયા ૪૮,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા બનાવમાં તાલુકાના નાગલપર ગામે પોલીસના વાહન ચેકીંગ સમયે એક યુવાન પોલીસને જોઈ બાઈક પાછું વાળીને ભાગવા જતા પોલીસે આ યુવાનને ઝડપી લઈ બે બોટલ દારૂ કબ્જે કરી ગુન્હાના કામે બાઈક પણ કબ્જે કર્યું હતું.

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ગઈકાલે નાગલપર ગામે વાહન ચેકીંગ કરવામાં આવતું હતું ત્યારે જીજે-03-એફજી-7950 નંબરનું બજાજ પ્લેટિના લઈને નીકળેલ મહેશ ઉર્ફે રામો વજાભાઇ સેટાણીયા નામનો યુવાન પોલીસને જોઈ ભાગવા લાગતા પોલીસે મહેશ ઉર્ફે રામાને ઝડપી લઈ તલાસી લેતા મહેશ ઉર્ફે રામાના કબ્જામાંથી મેકડોવેલ નંબર વન બ્રાન્ડ વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 750 કબ્જે કરી રૂપિયા 30 હજારના બાઈક સહીત કુલ રૂપિયા 30,750નો મુદામાલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ અન્વયે ગુન્હો દાખલ કર્યો હતો.

Content Copying Forbidden !!

error: Content is protected !!