કલ્યાણપર: ઝેરી દવા પી લેતા સારવારમાં
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સ્કૂલની સામેથી પસાર થઈ રહેલ એક્સ યુવી કારને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે કારમાં જઈ રહેલા શખ્સ પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી. જેથી પોલીસે કાર અને દારૂ મળીને 5,00,600 નો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી. અને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલા લાઇન્સ સ્કૂલ પાસેથી રોડ ઉપરથી પસાર થઈ રહેલી એક્સ યુવી કાર નંબર જીજે 1- ડીએન 0316 ને રોકીને ચેક કરવામાં આવી હતી. ત્યારે તે કારમાંથી દારૂની બે બોટલો મળી આવી હતી.
જેથી કરીને પોલીસે 600 રૂપિયાની કિંમતની દારૂની બોટલો તેમજ પાંચ લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 5,00,600 ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો. અને આરોપી હસમુખભાઈ ઉર્ફે હિતેશભાઈ રાજાભાઈ મકવાણા જાતે અનુ. જાતિ (34)
રહે. અમરાપર (ટોળ) તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી કરી છે. અને આ શખ્સની ગાડીમાંથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો. તે દિશામાં હવે આગળની તપાસ તજવીજ કરવામાં આવી રહી છે.
કલ્યાણપર: ઝેરી દવા પી લેતા સારવારમાં
ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે રહેતા કિશોરભાઈ જયરાજભાઇ દેત્રોજા (42) નામના યુવાને કોઈ કારણસર પોતે પોતાના ઘરે હતો ત્યારે ત્યાં ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે યુવાનને સારવાર માટે મોરબી શહેરમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને
ત્યાં મંગલમ હોસ્પિટલ ખાતે તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને પ્રાથમિક તપાસ કર્યા બાદ આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી.