રાતીદેવળી ગામે ઝાડા ઉલટીને કારણે અને વસુંધરા ગામે અચાનક બેભાન બની ગયેલ મહિલાનું મૃત્યુ
મેસરિયાના પ્રદીપ વિનુભાઈ રાઠોડના રહેણાંકના ઘરમાં પડેલ પલંગ (શેટી)માંથી વિદેશી બનાવટનો બિયર ટીન 9 મળી આવતા કાયદેસર પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે
રાતીદેવળી ગામે ઝાડા ઉલટીને કારણે મહિલાનું મોત
વાંકાનેર સીટી પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ રાતીદેવળી ગામના કમલાબેન ખેંગારભાઈ વોરા (ઉ.વ.૪૦) નામના મહિલાને કોઈ કારણોસર ઝાડા ઉલટી થતા મોત થયું હતું જેથી મૃતદેહ સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
વસુંધરા ગામે અચાનક બેભાન બની ગયેલ મહિલાનું મૃત્યુ
વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે રહેતા નિરૂબેન રેવાભાઇ લાંબરીયા ગત તા.28ના રોજ બપોરના સમયે અચાનક બેભાન થઈને ઢળી પડયા બાદ મૃત્યુ નિપજતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
નશો કરેલી હાલતમાં એક્ટિવા ચલાવતા જપ્ત:
કુંભારપરામાં રહેતા ધર્મેન્દ્રસિંહ કિશોરસિંહ ઝાલા એક્ટિવા નં GJ-13-BE-2952 (કિંમત 50 હજાર) કેફી પ્રવાહી પી ને સર્પકારે ચલાવતા એક્ટિવા જપ્ત કરી કાયદેસર કાર્યવાહી
પીધેલ:
(1) કાશીપરના સુખા પોપટભાઈ ધોરીયા અને (2) કાશીપરના જ ચના લઘરાભાઈ ડાભી (3) જીનપરા શેરી નં 12 માં રહેતા દિપક ઉર્ફે બટુક દેવશીભાઇ હડાણી પીધેલ પકડાયા છે
દારૂ સાથે ઝડપાયા:
(1) જીનપરા શેરી નં 13 માં રહેતા અલ્તાફ હુસેનભાઇ પીપરવાડીયા 8 કોથળી સાથે પકડાયા છે….