કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ચીલઝડપના ગુનામાં ફરાર મહિલા આરોપી ઝડપાઈ

વાંકાનેર શહેરમાં ચીલઝડપના ગુનામાં સાત માસથી ફરાર મહિલા આરોપી રાજકોટથી ઝડપાઈ

વાંકાનેર શહેરમાં ચીલઝડપના ગુનામાં સાત માસથી ફરાર મહિલા આરોપી રાજકોટથી ઝડપાઈ છે, જે મહિલા આરોપીને ઝડપી લઈને પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 

મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર સીટી પોલીસ મથકમાં ચીલ ઝડપના ગુનામાં સાતેક માસથી નાસતી ફરતી મહિલા આરોપી કુંવરબેન દેવાભાઈ સોલંકી રહે રાજકોટ વાળી હાલ રાજકોટ ૮૦ ફૂટ રોડ પર રહેતા હોવાની બાતમી મળતા ટીમે રાજકોટ સ્થળ પર તપાસ કરી હતી; જેમાં મહિલા આરોપી કુંવરબેન સોલંકી મળી આવતા ઝડપી લઈને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવી છે. 

જે કામગીરીમાં એલસીબી પીઆઈ ડી એમ ઢોલ, પીએસઆઈ કે જે ચૌહાણ, એન એચ ચુડાસમા, એ ડી જાડેજા, પેરોલ ફર્લો સ્કવોડના જયવંતસિંહ ગોહિલ, પૃથ્વીસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા સહિતની ટીમ તેમજ ટેકનીકલ ટીમનો સ્ટાફ જોડાયેલ હતો.

Content Copying Forbidden !!

error: Content is protected !!