બાળકીને પગમાં ફ્રેક્ચર
વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં રહેતા પરિવારની દસ વર્ષની બાળકીને કાર ચાલકે હડફેટે લીધી હતી જેથી બાળકીને પગમાં ફ્રેક્ચર જેવી ઇજા થઈ હતી..











જાણવા મળતી માહિતી મુજબ હાલમાં વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા કવિતાબેન રમણીકભાઈ સોલંકી (27) એ કાર નંબર જીજે 36 આર 9855 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીના મકનસર ગામ પાસે આવેલ એક્સેલ સીરામીક સામે સર્વિસ રોડ ઉપરથી 














કાર ચાલક પોતાની કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ફરિયાદીની દીકરી ઢબુ (ઉ.10) ને કાર ચાલકે હડફેટે લેતા તેને જમણા પગે ફેક્ચર જેવી ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે બાળકીની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે. ફરિયાદી મૂળ દેવભૂમિ દ્વારકાના રહેવાસી છે….

