વાંકાનેર: ગુજરાત રાજ્ય સરકારના રમત ગમત યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા પ્રેરિત તેમજ કમિશનર યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર આયોજિત તેમજ મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, મોરબી સંચાલિત મોરબી જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા 4 જાન્યુઆરી 2026 ના રોજ વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ, ઘુનડા ખાતે યોજાયેલ હતી, જેમાં 



વાંકાનેર તાલુકાની વઘાસીયા પ્રાથમિક શાળા ધોરણ 5 માં અભ્યાસ કરતી માથકિયા મેહવિસએ વક્તૃત્વ સ્પર્ધા વિભાગ “અ” માં સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ નંબર મેળવી પોતાના પરિવાર તથા વઘાસિયા પ્રાથમિક શાળાનું ગૌરવ વધારેલ છે માથકિયા મેહવિસ વડોદરા ખાતે યોજાનાર આગામી પ્રદેશ કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે ઉલ્લેખનીય છે કે તેમના પિતાશ્રી ફિરોઝ માથકિયા ડે. મામલતદાર છે…
