વડસર તળાવમાં ન્હાવા માટે ગયેલ યુવાન પાણીમાં ડૂબી ગયો
વાંકાનેર: તાલુકાના માટેલ રોડ ઉપર કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતી એક યુવતીને સાપ કરડવાનો અને વડસર તળાવમાં મૂળ એમપીના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામે રહેતા ન્હાવા પડેલ યુવાન પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યાનો બનાવ બનેલ છે….


જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ ઇટકોસ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને કામ કરતા પૂજાબેન અનિલભાઈ માલવે (ઉ.24) નામની મહિલાને રાત્રિના સમયે સાપ પગે કરડી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યા સારવાર બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી છે..


બીજા બનાવમાં વાંકાનેર તાલુકાના મૂળ એમપીના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામે રહેતા મુન્નાભાઈ શેખરસિંગ બામનીયા (ઉ.40) નામનો યુવાન વડસર તળાવમાં ન્હાવા માટે ગયેલ યુવાન પાણીમાં ડૂબી ગયો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃત દેહને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને યુવાનના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે…