
વાંકાનેર : મહિકા ગામના પાટિયા પાસે જીજે – 01 – KG – 0429 નંબરની ગાડીના ચાલકે રસ્તો ઓળંગી રહેલ આંનદી રાજેશભાઇ ઝાલા ઉ.9 નામની બાળકીને હડફેટે લેતા બાળકીને ઇજાઓ પહોચતા બાળકીના પિતા રાજેશભાઇ કાળુભાઇ ઝાલાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

બીજી પોલીસ ફરિયાદ મુજબ વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામની સીમમાં વાડી ધરાવતા સરપંચ અબુજીભાઈ વલીભાઈની વાડીમાંથી આરોપી હુસેન બચુભાઇ સુમરા રહે.જોન્સનગર મોરબી અને અલતાફશા ગુલાબશા શાહમદાર મૂળ રહે.વાલાસણ, હાલ લીલાપર રોડ, મોરબી વાળાએ થાંભલા ઉપરથી 60 હજારની કિંમતની 10 કિલોવોટનું ટ્રાન્સફોર્મર ઉતારી ચોરી કરવા નિષ્ફળ પ્રયાસ કરતા વીજ કંપનીના કર્મચારી હિતુલકુમાર હરજીવનભાઈ પટેલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


