કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

પાણીની ડોલમાં પડી ગયેલ બાળકી સારવારમાં

ઇકો ગાડી હડફેટે બાળકનું મોત

ઢુવા નજીક કારખાનામાં રમતા રમતા પાણીની ડોલમાં પડી ગઈ હતી

વાંકાનેર તાલુકાના ઢુવા અને લાકડધાર રોડ ઉપર આવેલ કંપનીમાં પાણીની ડોલમાં રમતા રમતા પડી જવાથી ૧૦ મહિનાની બાળકીને ઇજા થયેલ હતી જેથી કરીને તેને ઇજા થયેલ હોવાથી બાળકીને ઇજા થતાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.


બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા અને લાકડધાર રોડ ઉપર આવેલ કનકોટ કંપની ખાતે રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા રમેશભાઈ નાયકની ૧૦ મહિનાની દીકરી સોનામુની યુનિટમાં રમતા રમતા પાણીની ડોલમાં પડી જતા તેને ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલ બાળકીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને પ્રથમ જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી જોકે, વાંકાનેર તાલુકા પોલીસની હદ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે.

મેસરીયા પાસે ઇકો ગાડીના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા પાંચ વર્ષના બાળકનું મોત
વાંકાનેર તાલુકાના મેસરીયા ગામના બસ સ્ટેશન પાસે ઇકો ગાડીના ચાલકે પાંચ વર્ષના માસુમ બાળકને હડફેટે લીધો હતો જેથી કરીને તેને માથા અને પગમાં ગંભીર ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી હાલમાં મૃતક બાળકના પિતા દ્વારા ઇકો ગાડીના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.


બનાવની જાણવા મળતી માહિતિ મુજબ મૂળ એમપીના રહેવાસી અને હાલમાં રાજકોટમાં કોઠારીયા પાસે પેટ્રોલ પંપ નજીક રહેતા ભમરુભાઈ કાળીયાભાઈ મેડા જાતે આદિવાસી (૩૫) એ ઇકો ગાડી નંબર જીજે ૩૬ એફ ૫૨૦૩ ના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે આવેલ બસ સ્ટેશન પાસે તેઓનો દીકરો સાઈનેસ ઉર્ફે શૈલેશ (૫) રમતો હતો ત્યારે ઇકો ગાડીના ચાલકે હડફેટે લીધો હતો જેથી કરીને અકસ્માતના આ બનાવમાં સાઈનેસને માથામાં અને પગમાં ગંભીર ઇજા થઈ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં તેની સારવાર ચાલુ હતી દરમિયાન તેનું મોત નીપજયું છે જેથી હાલમાં મૃતક બાળકના પિતા દ્વારા ઈકો ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!