સંત વેલનાથ બાપુ અને હનુમાનજી દાદાની જન્મજયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા કાઢવાનું આયોજન
વાંકાનેરના ધમલપર ગામે સંત વેલનાથ બાપુ અને હનુમાનજી દાદાની જન્મજયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકોને જોડવવાની અપીલ કરવામાં આવી છે.




તા.6 ને ગુરુવારે બપોરે 3 વાગ્યે વાંકાનેરના ધમલપર ગામે આવેલ ગેલ માતાજીના મંદિરેથી સંત વેલનાથ બાપુની શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રાનું પરસોતમભાઈ બાવરવાના હસ્તે પ્રસ્થાન થશે.આ વાંકાનેરના ધમલપર ગામે આવેલ ગેલ માતાજીના મંદિરેથી સંત વેલનાથ બાપુની શોભાયાત્રા નીકળીને હસનપર, શક્તિપરા, વીસીપરા થઈને ધમલપર-2 ખાતે આવેલ વેલનાથ બાપુના મંદિરે પૂર્ણ થશે.