ધુનડામાં બાઇક સ્લીપથી ઘવાયેલા યુવાનનું મોત
ટંકારા ખિજડીયા ચોકડી પાસે રહેતા અને પાન માવાની દુકાન ધરાવતા રફિકભાઈ આદમભાઇ માડકીયા (ઉ.વ- ૩૮) વાળાએ ફરિયાદ કરી છે કે (૧) શાહરુખ આરીફભાઇ પરમાર (મોરબી) ના મોટાભાઈની ગાડીના ત્રણ હપ્તાના રૂપીયા ૪૬,૫૦૦/- ભરેલ હોય તે લેવાના બાકી હોય અને આ કામેના આરોપી શાહરુખ ફરીયાદી પાસે રૂ. ૫૦,૦૦૦/- માંગતા હોય જેથી આરોપી નં-(૧) ફરીયાદી પાસે આવી પોતાના
રૂપીયા પરત આપી દેવા બાબતે કહેતા ફરીયાદીએ તેના ભાઈ પાસેથી લઈ લેવાનુ કહેતા આ કામેના આરોપીઓને સારૂ નહિ લાગતા આરોપી નં-(૧) નાએ પોતાના હાથમા રહેલ છરી વડે એક ઘા જમણી બાજુ કમરથી નીચેના ભાગે તથા બીજો ઘા જમણી બાજુના નિતંબ પર મારી તથા (૨) ઈરફાનભાઈ પરમાર (મોરબી) ફરીયાદીને ડાબા ખંભા પર લાકડાના ધોકા વડે માર મારી ફેકચર જેવી ઈજા કરી બંન્ને
આરોપીઓએ જેમ ફાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનામા એક-બીજાએ મદદગારી કરી મ્હે. જિલ્લા મેજી.સા. મોરબીના હથિયાર બંધીના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો B.N.S કલમ- ૧૧૭(૨), ૧૧૮(૧), ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧ (૩), ૫૪ તથા જી.પી. એક્ટ ૧૩૫ મુજબ નોંધી પોલીસ ખાતાએ આગળની કાર્યવાહી કરેલ છે….
ધુનડામાં બાઇક સ્લીપથી ઘવાયેલા યુવાનનું મોત…
ધુનડા ખાતે અજયભાઇની વાડીમાં રહી મજૂરી કરતો અનિલ નજરૂભાઇ છપ્પનીયા (ઉ.વ.૧૮) તા. ૨૬ના રાતે નવેક વાગ્યે બાઇક હંકારીને જતો હતો ત્યારે ગામ નજીક બાઇક સ્લીપ થઇ જતા ગંભીર ઇજા થતાં ટંકારા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ દમ તોડી દેતાં મજૂર પરિવારમાં શોક છવાઇ ગયો હતો. રાજકોટ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇ, તોૈફિકભાઇએ ટંકારા પોલીસને જાણ કરી હતી.