કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

આજ રવિવારે વાંકાનેર ગાયત્રી મંદિરે હેલ્થ અવેરનેસ કાર્યક્રમ યોજાશે 

ફૂલ છોડ અને વિવિધ વસ્તુઓનું રાહતદરે વિતરણ થશે

વાંકાનેર : આજ રવિવારે વાંકાનેરના ગાયત્રી મંદિર ખાતે હેલ્થ અવેરનેસ પોગ્રામ ‘અબાઉટ લાઈફ સ્ટાઈલ ડીસીઝ’ યોજાશે. સાથે જ ફૂલ છોડ અને વિવિધ વસ્તુઓનું રાહતદરે વિતરણ કરવામાં આવશે. 

 તારીખ 19 ફેબ્રુઆરી ને રવિવારે સાંજે 4 વાગ્યે ગાયત્રી મંદિર ખાતે આરોગ્ય જાગૃતિ અભિયાન અંગેનો કાર્યક્રમ અબાઉટ લાઈફ સ્ટાઈલ યોજાશે. આ કાર્યક્રમમાં આયુર્વેદિક પદ્ધતિ મુજબ સારવાર પણ કરવામાં આવશે.. અગાઉ જે કંઈ દવા અને ફાઈલ હોઇ એ સાથે લઈને આવવા જણાવાયું છે. સાથે જ ગાયત્રી પરિવાર વાંકાનેર તથા સાગર નર્સરી રાજકોટ દ્રારા બપોરે 3 થી 7 વાગ્યા સુધી ફૂલ છોડ તથા વિવિધ વસ્તુઓનું રાહત દરે વિતરણ કરાશે. જેમાં મોગરો, ક્રોટોન, રસુલિયા, જાસુદ, ઇંગલિશ અને કાશ્મીરી ગુલાબ, દિનકા રાજા, થાઈલેન્ડ મોગરા, એરીકાપામ, જૂઈ, નાગરવેલ, ચીની ગુલાબ, દ્રાક્ષ, નાળિયેરી વગેરે અનેક રોપાનું રાહત દરે વિતરણ થશે આ સિવાય બીજી અનેક સ્વદેશી વસ્તુઓ જેમાં રસોડામાં વપરાતા પાટલી વેલણ જેવા લાકડાના સાધનો, હરડે, દેશી ગોળ, કાટલું, મુખવાસ, અરીઠા પાવડર, ખાતર, ગિલોય ગોળી, લીમડાનો સાબુ, તમામ પ્રકારનાં કઠોળ વગેરે અનેક વસ્તુઓ રાહત દરે મળશે.. વધુ માહિતી માટે રાહુલ જોબનપુત્રા મો.નં. 9265066096નો સંપર્ક કરવા જણાવાયું છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!