રસ્તો ઓળંગવા જ્યાં યુવકને અજાણ્યા વાહન ચાલકે ઠોકરે લેતા ગંભીર ઈજા થવાથી મોત
વાંકાનેર બાઉન્ડ્રી પાસે પોલીસ ચોકીની સામે જ હીટ એન્ડ રનની ઘટના બની છે. રસ્તો ઓળંગવા જ્યાં યુવકને અજાણ્યા વાહન ચાલકે ઠોકરે લેતા ગંભીર ઈજા થવાથી મોત નિપજયું છે. બનાવ અંગે વાંકાનેર પોલીસે કાર્યવાહી કરી છે.
હિટ એન્ડ રનના બનાવની પ્રાપ્ત વિગત મુજબ મુળ બિહારનો અને હાલ બામણબોર બાયપાસ પાસેની દાસારામ હોટેલ નજીક પંકચરની કેબીન ધરાવતો આલમ મહમદ ફીરોજભાઈ મહેતાબ (ઉ.વ.૨૦)નામનો યુવક ગત તા.૨૨ના ૨ાત્રીના વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોડ ક્રોસ કરવા જતો હતો, ત્યારે પુરપાટ ઝડપે આવેલા અજાણ્યા વાહન ચાલકે અડફ઼ેટે લેતા દુર સુધી રોડ પર ફંગોળાયો હતો.
બનાવ જોતા આસપાસના હોટલધારકો સહિતના દોડી ગયા હતા અને યુવકને લોહી લુહાણ હાલતમાં ૧૦૮ મારફતે રાજકોટ સિવિલમાં ખસેડતા ટુંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.
બનાવના પગલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાગળો સહિતની કાર્યવાહી કરી અકસ્માત સર્જી નાશી જનાર વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.