વઢવાણમાં આ ખવાસ યુવાનની સારી કામગીરી માટે મુસ્લિમ બિરાદરો પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે
વઢવાણ ગામે કોમી એખલાશના વાતાવરણમાં હિન્દુ-મુસ્લિમો એક સાથે અમન-ચેનથી રહે છે. રમઝાનમાં તરાવિહની નમાઝ પઢીને પાછા આવનાર બંદાઓ માટે 25 વર્ષથી ચાની સેવા કરી ખવાશ યુવાન કોમી એખલાશનું ઉદાહરણ બન્યો છે.





હાલમાં મુસ્લિમ ધર્મનો અતિ પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે, ત્યારે મુસ્લિમ બિરાદરો મોટી માત્રામાં રમજાન માસમાં રોજા રાખતા હોય છે. વઢવાણ શહેરમાં મનોજભાઈ ખોડીદાસ નામના યુવાન જ્યારે મુસ્લિમો તરાવિહની નમાઝ અદા કરીને આવે તેવા સમયમાં પોતે કસ્બા શેરીના નાકે મોટું તપેલું ચડાવી અને ચા બનાવવીને દરેક મુસ્લિમોને ચા પાય છે. હાલમાં જ્યારે દેશમાં અનેક ગામોમાં જ્યારે કોમી દાવાનળ ફાટે છે રાજકીય લોકો રાજકીય રોટલા શેકવા માટે લઘુમતી સમાજને બદનામ કરવાની કોશિશ કરતા હોય છે ત્યારે આવા લોકોને વઢવાણ આવી અને વઢવાણ કસબા શેરી ના નાકા ઉપર તમને આ મનોજભાઈ દેખાય છે. હાલમાં વઢવાણ શહેરમાં આ રીતે કોમી એકતાનું ઉદાહરણ જોવા મળ્યું છે ત્યારે મનોજભાઈ ને કામગીરી જોઈને મુસ્લિમ બિરાદરો પણ તેને સારી કામગીરી કરતા હોવાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. સૌજન્ય: અબતક