શિક્ષકો જ શિક્ષકોના દુશ્મન? પત્રકારના નામે ફ્રોડ અરજી ??
મોરબી: જીલ્લા શિક્ષણ અધિકારી મોરબીને મળીને કેટલાક શિક્ષકોએ એક પત્રકારને પર લગાવેલા આક્ષેપો અંગે પત્રકાર દ્વારા
શિક્ષણાધિકારીને રુબરુ મળીને ખૂલાસા કરવામાં આવેલ છે અને ચોક્કસ શિક્ષકો આચરેલી વ્યાપક ગેરરીતિની સિલસિલા બંધ વિગતો અધિકારીને આપી હતી. અને
આવનારા સમયમાં વાંકાનેર-મોરબી શિક્ષણ જગતમાં ભારે મોટા ધડાકા ભડાકાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
હાલમાં પત્રકાર મહેબુબભાઈ હાલાએ જણાવ્યુ હતું કે પોતે પત્રકાર તેમજ આર.ટી.આઈ એકટીવીસ્ટ છે અને છેલ્લા ૩૨ વર્ષથી કામગીરી કરી રહ્યા છે અને ભષ્ટાચાર ખુલ્લો કરતા તેમને કેટલાક ગેરરીતી આચરનાર તત્વો સાથે મતભેદો થતા હોય છે.
કેટલાક શિક્ષકોએ શિક્ષણ અધિકારીને મળીને પત્રકાર દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતા હોવાની રાવ કરી હતી. અને વાસ્તવમાં જણાવેલા કોઈ પણ શિક્ષકને મહેબૂબભાઈ કયારેય મળ્યા જ નથી કે કયારેય ફોન પણ કર્યો નથી. તો પછી હેરાન કઈ રીતે કર્યા ગણાય? શું આરટીઆઈ માંગવી ગુનો છે? કયાંય કોઈ ગેરરીતિ આચરવામાં આવ્યાનું જણાય અને તે અંગે ઉચ્ચ અધિકારીને લેખિત રજૂઆત કરવો ગુનો છે? સહિતના સવાલ મહેબૂબભાઈ હાલાએ શિક્ષણાધિકારીને આપવામાં આવેલા આવેદનપત્રમાં ઉઠાવ્યા હતા.
મોરબી જીલ્લામાં ભ્રષ્ટ શિક્ષકો દ્વારા દશ જેટલી ફરીયાદોની અને આર.ટી.આઈ.ની વિગતો જાણવવામા આવેલ છે. તે બાબતે મહેબૂબભાઈ હાલાએ જણાવ્યું હતું કે આવી કોઈ અરજીઓ તેના દ્રારા કરવામા આવી નથી અને શિક્ષકોને તે ઓળખતા પણ નથી અને કોઈ સ્કુલે પોતે ગયા જ નથી જો આવી કોઈ અરજી થઈ હોય તો
તેવી ફ્રોડ અરજી કરનાર શિક્ષક જે કોઈ પણ હોય તેની સામે યોગ્ય તપાસ કરીને ઘટતી કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે . તેમજ વાંકાનેર તાલુકા શાળા- ૧ના આચાર્ય પિયુષ માનસેતા પાસે છેલ્લા એક વર્ષના હિસાબો બાબતે માહિતી અધિકારી હેઠળ અરજી કરેલ છે અને માહિતી માંગવી તે કોઈ ગુનો નથી