માટેલ રોડ ફેકટરીના લેબર કવાટર્સનો બનાવ
વાંકાનેર: તાલુકાના માટેલ રોડ પર આવેલ ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા વગડીયા ગામના શ્રમિકે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.



જાણવા મળ્યા મુજબ માટેલ રોડ પર આવેલ સનહાર્ટ સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વગડીયા ગામના વતની ગીગાભાઈ ભુપતભાઈ સીતાપરા ઉ.35 નામના શ્રમિકે ગત તા.11ના રોજ લેબર કવાટર્સમાં કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આપઘાતના બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે…
