વાહન ચાલક નાશી ગયો
વાંકાનેર: ઢુવા બ્રિજ પાસે રોડ ક્રોસ કરતા પરપ્રાંતીય મજૂરને અજાણ્યા વાહન ચાલકે હડફેટ લઇ ગંભીર ઇજાઓ પહોચાડી મોત નીપજાવી વાહન લઇ નાશી ગયાનો બનાવ પોલીસ દફ્તરે નોંધાયેલ છે…
જાણવા મળ્યા મુજબ દીલીપભાઇ બુધેસિંઘ ઉર્ફે બુધીયા ડાવર (ઉ.વ.૧૯) હાલ સનરે સીરામીક ભવાની કાંટા પાસે ઢુવા રહેતા મુળ રહે. મોહનપુરા તા.તેરલા જી.ધાર રાજ્ય-મધ્યપ્રદેશ વાળો રોડ ક્રોસ કરતો હતો ત્યારે તે વખતે કોઇ અજાણ્યો વાહન ચાલકે પોતાના હવાલા વાળું વાહન પુરપાટ ગફલતભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાઇ તે રીતે ચલાવી આ કામના ફરીયાદી
દયારામ બુધેસિંગ ઉર્ફે બુધિયા ડાવરના ભાઇને હડફેટ લઇ માથાના ભાગે ગંભીર ઈજા તથા શરીરે ગંભીર ઇજાઓ પહોચાડી મોત નીપજાવી પોતાના હવાલા વાળુ વાહન લઇ નાશી જઈ જતા BNS કલમ-૨૮૧, ૧૦૬(૧) તથા એમ.વી. એક્ટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ફરિયાદ નોંધાઈ છે, પોલીસ ખાતાએ આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…