વાંકાનેર તાલુકાના જેતપરડા ગામના ઈતિહાસમાં પહેલી વખત હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના યૌમે વિલાદતના 1500 વર્ષ પૂર્ણ થવાના છે એ નિસ્બતથી જેતપરડા મિશન ટોપ વન અંતર્ગત ગામના આગેવાનો વડીલો અને યુવાનો દ્વારા 




બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી ગામની એકતા અને સેવાકીય ભાવના બની રહે, એક યુનિટ લોહી, ત્રણ જીવ બચાવી શકે છે. હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની યાદમાં જેતપરડા ગામના ભાઈઓ તથા બહેનો વધુમા વધુ રક્તદાન કરી આયોજનને સફળ બનાવ્યું હતું, આ કેંપમાં 120 જેટલા ડોનર હતા પણ વજન પ્રોબ્લેમ અને તાવ શરદી અને બીજા કારણોના હિસાબે ના પાડી હતી, અને ટોટલ 76 બોટલનું રક્તદાન થયું હતું….



