વાંકાનેર: ગઈ કાલે ચંદ્રપુ૨ ઓવરબ્રીજ પાસેથી એક સેન્ટ્રો કાર સહિત કોળી શખ્સને ઈંગ્લીશ દારૂ સાથે પોલીસ ખાતાએ ઝડપી પડેલ છે.
બનાવની વિગત મુજબ પોલીસ ખાતાને ખાનગી રાહે હકીકત મળેલ હોઈ ચંદ્રપુ૨ ઓવરબ્રીજ પાસે વોચમાં હતા ત્યારે બાઉન્ટ્રી તરફથી વાંકાનેર તરફ એક સેન્ટ્રો કાર રજી.નં-GJ-01-BK-7844 વાળીમાં ઈંગ્લીશદારૂનો જથ્થો મળી આવતા વિજયભાઈ પ્રતાપભાઈ ભુસડીયા જાતે-કોળી (ઉવ.૨૩) રહે. હાલ નવા ઢુવા મુનાભાઈ ડાભીના મકાનમા તા.વાંકાનેર, મૂળ રહે. ખોલડીયાદ તા.વઢવાણ જી. સુરેન્દ્રનગર વાળા પાસેથી ROYAL CHALLENGE FOR SALE IN PUNJAB ONLY લખેલ બોટલો નંગ-૯૯ અને કાર સહિત મુદામાલ ૧૦૪૬૮૦/-નો મુદામાલ કબ્જે કરેલ છે. આ કાર્યવાહી પોલીસ સ્ટાફના હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, મુકેશકુમાર પ્રેમજીભાઈ ચાવડા, હરદીપસિંહ અશોકસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ અનિરૂધ્ધસિંહ વાળા તથા દિનેશભાઈ વશરામભાઈ સોલંકી દ્વારા કરવામાં આવી હતી.
સર્પાકારે કાર ચલાવવી ભારે પડી
બીજા ગુન્હામાં હાલ અરુણોદય સોસાયટીમાં મૂળ બિહારના અમરજિતકુમાર તાપસીરામકુમાર પોતાની સફેદ કલરની ફોરવહીલર ગાડી નશો કરેલી હાલતમાં લાયસન્સ સાથે રાખ્યા વગર સર્પાકારે ચલાવતા કાર કબ્જે કરી આગળની કાર્યવાહી કરેલ છે.
પીધેલ પકડાયા
કુંભારપરા શેરી નં 6 માં રહેતા ભરત દેવજીભાઈ ધરજીયા, ગાયત્રી મંદિરના ઢાળ પર આરોગ્યનગરમાં રહેતા કલ્પેશ ઉર્ફે સીતારામ નરભેરામ નિમાવત અને મકનસરના જયંતિ પરસોતમભાઇ જંજવાડીયા પીધેલ પકડાયા છે.
ટ્રાફિક અંગેના ગુન્હા
ગુલાબનગરના એજાઝખાન મુન્નાખાન પઠાણ, કાનપરના મોનાભાઇ સુરાભાઈ ઝાપડા અને રસાલા રોડ પટેલ ઓફિસમાં રહેતા અફઝલ ઇસ્માઇલભાઈ સિપાઈ સામે ટ્રાફિકના નિયમોના ભંગ બદલ પોલીસ ખાતાએ કાર્યવાહી કરેલ છે.