કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ગેસની લાઇનમાં લીકેજની આગથી ફફડાટ

વણઝારામાં બીમારી સબબ મૃત્યુ પામેલ દીકરાના આધાતમાં માતાનો ગળેફાંસો ખાઈ આપધાત

લીંબાળા ધાર નજીક પમ્પીંગ સ્ટેશન ખાતે કોપર વાયર ચોરનારા ઝડપાયા

વાંકાનેરના સરતાનપર રોડ ઉપર ગેસની પાઇપલાઇનમાં લીકેજ થવાથી આગ લાગવાની ઘટના બની હતી. જેને પગલે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. અલબત્ત ફાયર વિભાગ અને ગુજરાત ગેસના અધિકારીઓ બનાવની જાણ થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

આ અંગે ગુજરાત ગેસના અધિકારી કમલેશ કટારીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સરતાનપર રોડ પર સ્વેલ ગ્રેનાઈટો પાસે જેસીબી મારફતે મૃત ગાયને દાટવામાં આવી રહી હતી. એ સમયે અકસ્માતે જેસીબી દ્વારા ગેસની એક તૂટી ગઈ હતી જેને કારણે ગેસ લીક થયો હતો અને ગેસ લીક થવાના કારણે જેસીબીનો ચાલક ગભરાઈ જતા જેસીબી ઇલેક્ટ્રીક તારને અડકી જતા અને ગેસ લીક તથા આગજનીનો બનાવ બન્યો હતો.

આ બનાવને પગલે મોરબી નગરપાલિકાનલનો ફાયર વિભાગ, પીજીવીસીએલની ટીમ અને ગુજરાત ગેસના અધિકારીઓને ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને ત્રણેયના સંકલનથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. સદનસીબે આગ લાગવાની આ દુર્ઘટનામાં કોઈ જાનહાની કે ઈજા થયેલ હતી અને ગેસ કંપનીનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ગેસ લીકેજના કારણે જે જગ્યાએ આગ લાગવાની ઘટના બની હતી ત્યાં રીપેરીંગ કામ ચાલુ કર્યું હતું. અને ગેસના પ્રવાહને અટકાવવામાં આવ્યો હતો

વણઝારામાં બીમારી સબબ મૃત્યુ પામેલ દીકરાના આધાતમાં માતાનો ગળેફાંસો ખાઈ આપધાત

વાંકાનેર તાલુકાના વણઝારા ગામે પરિણીતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. વાંકાનેરના વણજારા ગામે રહેતા નીતાબેન ચોથાભાઇ વાઢેરે તા.૨૧ પોતાના ઘરે પોતાની મેળે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કર્યો હતો. જેથી તેના મૃતદેહને પી એમ માટે ખસેડી વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.જે મામલે તપાસ અધિકારી વી ડી ખાચર સાથે વાત ચિત કરતા તેમને જણાવ્યું હતું કે તેનો દીકરો એક અઠવાડિયા પહેલા બીમારી સબબ મૃત્યુ પામતા માતા નીતાબેનને આધાત લાગ્યો હોય જેથી નીતાબેને અંતિમ પગલું ભર્યું હોવાની માહિતી મળી છે

લીંબાળા ધાર નજીક પમ્પીંગ સ્ટેશન ખાતે કોપર વાયર ચોરનારા ઝડપાયા

ગત તા. ૦૭ ના રોજ મુકેશભાઈ મારવાણીયાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ચોટીલા વાંકાનેર હાઈવે પર આવેલ લીંબાળા ધાર નજીક ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના પમ્પીંગ સ્ટેશન ખાતે ઇલેક્ટ્રિક લાઈનનું ચાલુ ટ્રાન્સફોર્મર અને વધારાનું ટ્રાન્સફોર્મર એમ બે ટ્રાન્સફોર્મર તોડી એમાં રહેલ ઓઈલ ઢોળી કોપર વાયર આશરે ૮૦૦ કિલો કીમત રૂ ૪.૮૦ લાખની ચોરી અજાણ્યા ઇસમોએ કરી છે જે બનાવને પગલે વાંકાનેર સીટી પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી

જે તપાસમાં મોરબી એલસીબી ટીમ પણ જોડાઈ હતી જેને સ્થળ વિઝીટ કરી ટેકનીકલ માધ્યમ અને હુમન ઈન્ટેલીજન્સની મદદથી ગુનામાં સંડોવાયેલ આરોપીઓ અને વાહનો બાબતે તપાસ કરતા ગુનાને અંજામ આપનાર આરોપી લીંબડી અમદાવાદ હાઈવે પર રામભરોસે હોટેલ બાજુમાં આવેલ ભંગારનો ડેલો ધરાવતો ચુનીલાલ ભેરૂલાલ ગુર્જર હોવાની બાતમી મળતા ટીમે સ્થળ પર તપાસ કરી હતી જ્યાં ચોરીના ગુનાને અંજામ આપનાર ત્રણ ઈસમો અને ચોરીનો માલ રાખનાર બે ઈસમો એમ પાંચ ઈસમો ઝડપાયા હતા અને ચોરી કરેલ મુદામાલની હેરાફેરી કરવામાં ઉપયોગમાં લીધેલ વાહન અને કોપર વાયરનો જથ્થો મળી આવતા આરોપીઓની સઘન પૂછપરછ કરતા વાંકાનેર ઉપરાંત સુરેન્દ્રનગર, ચોટીલા, મુળી, પાણસીણા અને અમદાવાદ ગ્રામ્યના બગોદરા એમ છ સ્થળોએ પાણી પુરવઠા બોર્ડના ફિલ્ટર પ્લાન્ટના ચોકીદારને બંધક બનાવી માર મારી લોન્ત ચલાવ્યાની કબુલાત આપી હતી

જેથી આરોપી ચુનીલાલ ભેરૂલાલ ગુર્જર રહે હાલ લીંબડી મૂળ રાજસ્થાન, પ્રભુલાલ ઈશ્વરલાલ ગુર્જર રહે હાલ લીંબડી મૂળ રાજસ્થાન, દીપકભાઈ રેખારામ ગુર્જર રહે રાજસ્થાન હાલ વાંકાનેર જીઆઈડીસી, રતનલાલ સરવણલાલ ગુર્જર રહે લીંબડી સુરેન્દ્રનગર રોડ મૂળ રાજસ્થાન અને લક્ષ્મણલાલ મેઘરાજ કુમાવત રહે હાલ અમદાવાદ મૂળ રાજસ્થાન એમ પાંચ ઇસમોને ઝડપી લઈને ચોરી થયેલ કોપર વાયર આશરે ૫૦૭ કિલો કીમત રૂ ૩,29,૫૫૦ કાર જીજે ૩૩ એફ ૦૮૮૦ કીમત રૂ ૩ લાખ, રોકડ રૂ ૧.૮૦ લાખ, માલવાહક નાનું વાહન કીમત રૂ ૨ લાખ, પાનાં, રીંગ પાનાં, વાંદરી પાનું સહીત ૧૦ નંગ પાના કીમત રૂ ૧૧૦૦, પકડ, આરી કટ્ટર, લોખંડની કોસ નંગ ૦૬ કીમત રૂ ૨૪૦૦ અને મોબાઈલ નંગ ૦૬ કીમત રૂ ૨૫,૫૦૦ સહીત કુલ રૂ ૧૦,૧૩,૨૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે તો અન્ય આરોપી રાજુ ગુર્જર, ધર્મેશ બાબુલાલ ગુર્જર, સુખદેવ ગુર્જર, ગોરધનનાથ સુગનનાથ યોગી, સુરેશ ગુર્જર, ડાલું હાલું ગુર્જર અને પ્રકાશ પન્નાલાલ સાલ્વી રહે બધા રાજસ્થાન વાળાના નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે ઝડપાયેલ આરોપીઓ વાંકાનેર સીટી, ચોટીલા, લખતર, મુળીમાં ચોરીને અંજામ આપ્યો હતો તેમજ સુરેન્દ્રનગર જીલ્લાના પાણસીણા પોલીસ સ્ટેશનના મહિન્દ્રા કંપનીના પ્રોજેક્ટના ખુલ્લા કમ્પાઉન્ડમાં અને અમદાવાદ રૂરલ જીલ્લાના બગોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના હાઈવે નજીક જીઇબીના ખુલ્લા પટ્ટમાંથી કોપર વાયર અને એલ્યુમીનીયમ વાયરોની ચોરી કર્યાની કબુલાત આપી હતી

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!