કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વડસર પાસે દીપડાએ યુવાન ઉપર હુમલો કર્યો

રાત્રીના અંધારામા આંટાફેરા કરતો પકડાયો

વાંકાનેર: તાલુકામાં દીપડાનો મોટા પ્રમાણમાં વસવાટ છે ત્યારે આજે જડેશ્વર લોકમેળો માણી પરત ફરી રહેલા બે યુવાનો ઉપર વડસર ડુંગર પાસે દીપડાએ હુમલો કરતા એક યુવાન ઇજાગ્રસ્ત બન્યાનું સામે આવ્યું છે. જો કે, મેળાને કારણે ટ્રાફીક સતત ચાલુ હોય અન્ય લોકો આવી જતા યુવાનોનો જીવ બચી ગયો હતો અને સારવાર માટે વાંકાનેર સિવિલ ખસેડાયા છે. બીજી તરફ બનાવની જાણ થતાં વનવિભાગે પણ ટીમો દોડાવી છે….
મળેલ માહિતી મુજબ વાંકાનેરના બે યુવાનો જડેશ્વર મેળામાંથી ફરતા હતા ત્યારે વડસર ડુંગર પાસે દિપડાએ યુવાનો પર હુમલો કર્યો હતો, જેમાં બાઇક સવાર વત્સલ પુજારા (રહે. વાંકાનેર) ને માથામાં ઇજાઓ પહોંચતા સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો…
વાંકાનેર વન વિભાગના અધિકારી પી.પી.નરોડીયાએ જણાવ્યું હતું કે, દીપડાએ હુમલો કર્યાની વાત તેમના સુધી પહોંચી છે. જો કે, હુમલો દીપડાએ જ કર્યો છે કે કેમ તે અંગે તબીબી અભિપ્રાય બાદ જ કહી શકાય. સાથે જ તેઓએ જણાવ્યું હતું કે, જે સ્થળે બનાવ બન્યો છે તે વડસર વિસ્તાર તીથવા વિડી વિસ્તારમાં આવે છે જ્યાં દીપડાનો કાયમી વસવાટ છે જેથી દીપડાએ હુમલો કર્યાની વાત નકારી ન શકાય સાથે જ તબીબી અભિપ્રાય અને બનાવ સ્થળની મુલાકાત બાદ જ સાચી હકીકત સામે આવશે તેમ જણાવી બન્ને સ્થળે ટીમ મોકલ્યાનું જણાવ્યું હતુ.રાઈડ્સ અને ફજેત ચલાવવાની મંજૂરી મળી
મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યાં સુધી વિવિધ પ્રકારની એનઓસીઓ લેવાની હતી તે લઈને સ્થળ ઉપર ચેકિંગ કરવાનું હતું તે કામગીરી રવિવારે બપોરે સાડા ચાર વાગ્યા સુધી ચાલી હતી, અને ત્યાર બાદ મેળાની મંજૂરી આપવા માટે જે કમિટી બનાવવામાં આવી હતી, તેના અધિકારીઓનાં રિપોર્ટના આધારે જડેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં યોજાયેલ લોકમેળામાં રાઈડ્સ અને ફજેત ચલાવવા માટેની મંજૂરી આપવામાં આવેલ હતી.

રાત્રીના અંધારામા આંટાફેરા કરતો પકડાયો
જીતેન્દ્રભાઇ વસંતભાઇ વોરા (ઉ.વ.33) રહે. વાકાનેર નવાપરા સંધી સોસાયટી વાળો રાત્રીના અંધારામા સીટી સરેશન રોડ આઝાદ ગોલા પાસેની બંધ દુકાનોની આજુબાજુ આંટાફેરા કરતો મીલકત વિરૂધ્ધનો કોઇ કોગ્નીઝેબલ ગુન્હો કરવાના ઇરાદે મળી આવતા જી.પી.એકટ કલમ ૧૨૨(સી) મુજબ ગુન્હો નોંધાયો છે….

સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

Content Copying Forbidden !!

error: Content is protected !!